Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratકોરના દર્દીઓને તડપતાં જોઈ દ્રવી ઉઠ્યું આ યુવાનનું દીલ, પોતાના બંગલામાં જ...

કોરના દર્દીઓને તડપતાં જોઈ દ્રવી ઉઠ્યું આ યુવાનનું દીલ, પોતાના બંગલામાં જ શરૂ કરી મફત સારવાર

દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. રોજ લાખોની સંખ્યામાં નવા નવા કેસો નોંધાઈ રહ્યા છે. અચાનક આટલી મોટી સંખ્યામાં કેસ વધવાથી મેડીકલ સહિત બધી વ્યવસ્થા પડી ભાંગી છે. દેશમાં ક્યાંય હોસ્પિટલમાં બેડ ખાલી નથી. આવી સ્થિતિમાં સેવાભાગી લોકો આગળ આવીને સેવાની મહેક ફેલાવી રહ્યા છે. જેતપુરમાં ખેડૂત અને એક સામાજિક આગેવાને જે કર્યું તે જાણીને તમે તેને બે હાથે સલામ કરશો.

રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતા ખેડૂત, કાઠી દરબાર સમાજના આગેવાન તેમજ સામાજિક અગ્રણી જેઠુરભાઈ વાળાએ કોરોનાના દર્દીઓ માટે પોતાનો લક્ઝુરિયર્સ બંગલો ખુલ્લો મૂકી દીધો છે.  તેમણે 110 વારમાં  પોતાના આ ત્રણ માળના  બંગલોમાં કોરોનાના દર્દીઓ માટે ખાલી બેડ જ નથી ઉભા કર્યા પણ ઓક્સિજન, સારવાર અને જમવાની વ્યવસ્થા પણ કરી આપી છે.

મૂળ ભાડિયાદના વતની અને હાલ જેતપુરની અમરધામ સોસાયટીમાં રહેતાં જેઠુરભાઈ વાળાના બંગલોમાં જે કોરોના દર્દી આવે તેની ખાસ સંભાળ રાખવામાં આવે છે. તેમને કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. દર્દી અને તેની સાથે આવેલા સગાસંબંધીઓને ચા અને જમવાની વ્યવસ્થા પણ વિનામુલ્યે આપવામાં આવી રહી છે. એટલું નહીં દર્દીઓને જ્યૂસ અને ફ્રુટ પણ આપવામાં આવે છે.

આજે આ બંગલોમાં અંદાજે 25 દર્દીઓની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં અહીંથી 65 દર્દી સાજા થઈને ઘરે ગયા છે. વધારીને 100 જેટલી કેપિસિટી કરવાનો લક્ષ્યાંક છે. આ બંગલોમાં ડૉક્ટરની વિઝિટ કરાવી આપવામાં આવે છે. જે દર્દીઓને તપાસી યોગ્ય દવા-સારવાર આપે છે.

આ અંગે બંગલોના માલિક જેઠુરભાઈ વાળાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં મારા સગાને ઓક્સિજનવાળી હોસ્પિટની જરૂર પડી હતી. તેમણે બહુ રખડવું પડ્યું હતું. એટલા માટે મેં નક્કી કર્યું કે દર્દીઓને સાચવવાનું કામ મારા બંગોલમાં જ શરૂ કરું. આ અંગે રૂદ્રેશ્વર જાગીર ઈન્દ્રભારતી બાપુને વાત કરતાં તેમણે આ કાર્ય ચાલુ કરવાની પ્રેરણા આપી હતી. આ અંગે મિત્રોએ મદદ કરતાં રાતોરાત બંગલો હોસ્પિટલમાં ફેરવી નાખ્યો હતો. ઓક્સિજન બાટલા અને ગાદલાની પણ સગવડ ઉભી થઈ ગઈ હતી.

જેઠુરભાઈએ વધુમાં જણાવ્યું હતું કે દર્દીઓની સારવારમાં અમે ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે તંત્ર ઓક્સિજનની વ્યવસ્થા કરી આપે તો અમે પૈસા ખર્ચીને પણ ઓક્સિજન ખરીદવા તૈયાર છીએ.

જેઠુરભાઈએ જણાવ્યું હતું કે  મારો પરીવાર જ રસોઈ બનાવે છે. દરરોજ 30થી 35 લોકો જમે છે. વધુ માણસો થઈ જાય તો બહારથી મંગાવી લઇએ છીએ. આ ઉપરાંત મારા મિત્રો પણ જમવાની વ્યવસ્થા કરે છે. દર્દીઓ પાસેથી અમે કોઈ ચાર્જ લેતા નથી. તેમને જે જમવું હોય એ બનાવી આપીએ છીએ. મારો પરિવાર પણ અત્યારે આ બંગલામાં રહીને જ સેવા કરે છે. અમુક દર્દીઓ પાસે તો તેના સગાઓ જતાં ડરે છે એવા દર્દીની પણ અમે ડર્યા વગર સારવાર કરીએ છીએ.

12 દિવસથી ચાલી રહેલા સેવાના આ સેવાયજ્ઞની સુવાસ સૌરાષ્ટ્રભરમાં પ્રસરી છે. હવે માત્ર આસપાસ જ નહિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી દર્દીઓ અહિં ઓક્સિજનની સારવાર લેવા આવે છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I participated on this online casino site and succeeded a significant amount, but after some time, my mother fell ill, and I required to withdraw some funds from my balance. Unfortunately, I encountered difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother died due to the online casino. I plead for your assistance in lodging a complaint against this site. Please assist me to achieve justice, so that others won’t face the pain I am going through today, and stop them from crying tears like mine. ????

  2. I participated on this casino platform and succeeded a considerable amount, but later, my mother fell ill, and I needed to take out some funds from my balance. Unfortunately, I experienced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mom died due to the casino site. I implore for your help in bringing attention to this online casino. Please support me to obtain justice, so that others won’t have to face the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page