Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratમળો દિલીપ જોશીની વ્હાલી દીકરીને, જાણો કેવી છે લાઈફસ્ટાઈલ, સ્ટડી બાદ શુ...

મળો દિલીપ જોશીની વ્હાલી દીકરીને, જાણો કેવી છે લાઈફસ્ટાઈલ, સ્ટડી બાદ શુ કરે છે?

મુંબઈઃ ટીવીની દુનિયામાં ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું એકચક્રી શાસન કેટલાય વર્ષોથી એમનું એમ છે. તેમાં પણ ખાસ કરીને ભાગ્યે જ એવું કોઈક ગુજરાતીનું ઘર હશે જ્યાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ ન જોવાતી હોય. હસાવી હસાવીને લોટપોટ કરી દેનાર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલનું એવુ કોઈ પાત્ર નહીં હોય જેને ગુજરાતી લોકો નહીં ઓળખતા હોય. તમે સીરિયલના પાત્રોને તો ઓળખતા હશો પણ તેમના રિયલ ફેમિલીને ઓળખો છો? સીરિયલનું સૌથી ધમાકેદાર પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી વિશે તો તમે જાણતા જ હશો, પણ તેના ફેમિલીને ઓળખો છો? આજે અમે તમને મળાવીશું તેની લાડલી દીકરી સાથે.

દિલીપ જોશની ખૂબ નજીક છે દીકરી: જેમ કોઈ પણ પિતાની સૌથી વધુ નજીક તેની દીકરી હોય છે, તેમાં દિલીપ જોશીની ખૂબ જ નજીક તેની દિકરી નિયતી જોશી છે. દીકરી નિયતી જોશી દિલીપ જોશીના કાળજાનો કટકો છે. દિલીપ જોષીના પરિવારમાં પત્ની જયમાલા, દીકરી નિયતી જોષી તથા દીકરો ઋત્વિક જોષી છે. દિલીપ જોષીની દીકરી પિતાની જેમ એક્ટિંગ ફીલ્ડમાં આવી નથી.

પુસ્તકોનો ગાંડો શોખ છે:  દિલીપ જોશીની દિકરી નિયતીને વાંચવાનો ખૂબ જ શોખ છે. તેણે આ શોખમાં જ પોતાની કરિયર બનાવી છે. તેણે લંડનની સિટી યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ પબ્લિસિંગનું સ્ટડી કર્યુ છે. તે પહેલાં ક્રોસવર્ડ બુક સ્ટોર્સમાં સીનિયર એક્ઝીક્યુટિવ તરીકે કામ કરતી હતી. આ પહેલાં તેણે ફ્રિલાન્સર અને પેગ્વિનમાં બૂક એડિટર તરીકે પણ કામ કર્યું છે. હાલમાં નિયતી કિતાબખાનામાં કામ કરી રહી છે. નિયતીને વાંચવાનો જબરજસ્ત શોખ છે. આટલું જ નહીં નિયતી અવારનવાર સો.મીડિયામાં પોસ્ટ શૅર કરતી રહેતી હોય છે.

નિયતીના રૂમમાં 2500થી વધારે પુસ્તકો છે: નિયતીના વાંચવાના શોખ અંગે દિલીપ જોશીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, મારી દીકરી નિયતીને બાળપણથી વાંચવાનો ખૂબ શોખ છે. તેના રૂમમાં અત્યારે 2500થી વધુ પુસ્તકો હશે. અમે જ્યારે નવું ઘર બનાવડાવ્યું ત્યારે તેણે મને કહ્યું હતું કે પપ્પા મારા રૂમમાં બૂક રહેશે એટલે મારે ટીવી નથી જોઈતું.


દીકરાને ફિલ્મ રાઈટિંગનો શોખ: દિલીપ જોશીના દીકરા ઋત્વિકે પણ કળાના ફીલ્ડમાં જ કરિયર બનાવી છે. તેણે મુંબઈની જયહિન્દ કોલેજમાંથી બીએ કર્યું છે. તેને ફિલ્મ રાઈટિંગનો શોખ છે. તેણ હાલમાં જ એક્ટ્રેસ કીર્તિ સેનન સાથે એડમાં કામ કર્યું હતું. દીલિપ જોષી પોતાની પત્ની, બે સંતાનો તથા પેરેન્ટ્સ સાથે મુંબઈમાં રહે છે.

મુંબઈમાં જન્મઃ વાત જેઠાલાલ એટલે કે દિલીપ જોષીનો જન્મ 26 મે 1968ના રોજ મુંબઈમાં થયો હતો. દિલીપ જોષી મૂળ પોરબંદરના ગોસા ગામ તેમનું વતન થાય છે. તેમણે એન એમ કોલેજ ઓફ કોમર્સમાંથી બી કોમની ડિગ્રી લીધી હતી.

કોલેજ દરમિયાન બેવાર અવોર્ડ મળ્યોઃ કોલેજ દરમિયાન દિલીપ જોષીને આઈએનટી (ઈન્ડિયન નેશનલ થિયેટર)માં તેમને બેવાર બેસ્ટ એક્ટરનો અવોર્ડ આપવામાં આવ્યો હતો.

સલમાનની ફિલ્મથી કરી એક્ટિંગની શરૂઆતઃ દિલીપ જોષીએ સલમાન ખાનની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં રામુનો રોલ પ્લે કરીને એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

ટીવી જ નહીં, ફિલ્મ્સમાં પણ કર્યું છે કામઃ આજે લોકો દિલીપ જોશીને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ તરીકે ઓળખે છે પણ તેમણે ‘મૈને પ્યાર કિયા'(1989),’ હમ આપકે હૈ કૌન'(1998),’ ફિરભી દિલ હૈ હિન્દુસ્તાની ‘(2000) ,’હમરાઝ'(2002) અને ‘ફિરાક'(2002) જેવી લગભગ 10 ફિલ્મ્સમાં કામ કરી ચુક્યા છે.


 
મહત્વપૂર્ણ ટીવી સીરિયલ્સઃ ગલતનામા(1994), ‘દાલ મેં કાલા'(1998), ‘હમ સબ એક હૈ'(1998-2001), ‘હમ સબ બારાતી’ (2004), ‘FIR (2008) અને  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(2008- ચાલુ).

ભિખારીએ જેઠાલાલ કહીને પાડી હતી બૂમઃ એક ઈન્ટરવ્યૂમાં દિલીપ જોષીએ કહ્યું હતું કે તેઓ ઓપન જીપમાં અમદાવાદમાં જતા હતાં અને સિગ્નલ પર જીપ ઊભી રહી હતી. અહીંયા એક ભિખારીએ જેઠાલાલ…જેઠાલાલની બૂમો પાડી હતી. બૂમ સાંભળીને દિલીપ જોષીને લાગ્યું કે ભિખારીએ તેને ક્યા જોયો હશે? તેના ઘરમાં ટીવી હશે?

આબાલ-વૃદ્ધ તમામ ઓળખેઃ  જેઠાલાલે કહ્યું હતું કે એક લગ્નમાં તેમને એક મહિલાને મળ્યા હતાં અને તેણે કહ્યું હતું કે તેની માતાની ઉંમર 80 વર્ષની છે અને તઓ ઘરમાં કોઈને ઓળખતા નથી પરંતુ જ્યારે પણ ‘તારક મહેતા..’ સીરિયલ આવે ત્યારે જેઠાલાલને તરત જ ઓળખી જાય છે અને બૂમો પાડવા લાગે છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of endless possibilities! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! ? Embark into this exciting adventure of knowledge and let your mind roam! ? Don’t just explore, immerse yourself in the thrill! ? Your mind will be grateful for this exciting journey through the realms of awe! ?

  2. I played on this online casino platform and secured a substantial sum of cash. However, eventually, my mother fell critically sick, and I needed to cash out some funds from my account. Unfortunately, I faced issues and couldn’t withdraw the funds. Tragically, my mom passed away due to such gambling platform. I kindly ask for your support in addressing this situation with the platform. Please aid me to find justice, to ensure others won’t have to experience the hardship I’m facing today, and prevent them from facing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page