Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalપૈસાદાર લોકો ગુજરાતીના હાઈટેક ફાર્મનું પીવે છે દૂધ, ગાયને અપાય છે આરોનું...

પૈસાદાર લોકો ગુજરાતીના હાઈટેક ફાર્મનું પીવે છે દૂધ, ગાયને અપાય છે આરોનું પાણી, કરાય છે મસાજ

દેશના મોટા બિઝનેસમેન અને બોલિવૂડ સ્ટાર્સ તેમની ફિટનેસની ખૂબ કાળજી લે છે. તે દરેક વસ્તુઓમાં ક્વોલિટીનું ખૂબ ધ્યાન રાખે છે. તેઓ આ માટે ગમે તેટલા પૈસા ખર્ચતા પણ અચકાતા નથી. શું તમે જાણો કે દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી, બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, રીતિક રોશન અને ક્રિકેટર સચિન તેંડુલકર કઈ ડેરીનું દૂધ પીવી છે? આજે અમે તમને જણાવીશું કે આ લોકો કોઈ મામૂલી દૂધ નહીં પરંતુ હાઇટેક ફાર્મનું દૂધ પીવે છે. આ ડેરીના એક લિટર દૂધની કિંમત સામાન્ય દૂધ કરતા ઘણી વધારે હોય છે.

મુંબઈમાં રહેતાં મોટાભાગના સેલેબ પુણે સ્થિત ભાગ્યલક્ષ્મી ડેર ફાર્મનું દૂધ પીવે છે. ‘ભાગ્યલક્ષ્મી’ ડેરી ગુજરાતી બિઝનેસમેન દેવેન્દ્ર શાહની કંપની પરાગ મિલ્ક ફૂડની માલિકીની છે. ડેરીના માલિક દેવેન્દ્ર શાહ પોતાને ભારતનો સૌથી મોટો ગોપાલક માને છે. ક્યારેક કાપડનો વ્યવસાય કરતાં દેવેન્દ્ર શાહ પાસે આજે એટલી મોટી પ્રાઈવેટ ડેરી છે કે તેને ટક્કર આપનાર દૂર દૂર સુધી કોઈ નથી. હાલ કંપનીનું સંચાલન દેવેન્દ્ર શાહની દીકરી અને કંપનીની વાઈસ પ્રસિડન્ટ અક્ષાલી શાહ પણ સંભાળે છે.

ભાગ્યલક્ષ્મી ડેરીના શરૂઆતમાં ફક્ત 175 ગ્રાહકો હતા, જે ધીમે ધીમે વધીને આજે 22,000 થઈ ગઈ છે. ભાગ્યલક્ષ્મી ડેરીમાં બનતાં દૂધની બ્રાન્ડનું નામ‘પ્રાઈડ ઓફ કાઉ’છે. જેની એક લિટર દૂધની કિંમત 152 રૂપિયા છે. દેવેન્દ્રએ ગ્રાહકોને દૂધ પુરું પાડવા માટે 26 એકર જમીનમાં 150 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ દૂધમાં હાઈજીનનું ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. ડેરીના પશુઓનું માણસની જેમ ઘ્યાનમાં રાખવામાં આવે છે. આ ડેરીમાં ગાયોને સ્પેશ્યિલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અહીંની ગાયો ફક્ત આરોનું પાણી પીવે છે. અહીં ગાયો માટે રબર બેન્ડ ફીટ કરવામાં આવ્યા છે. ગાયોને દરરોજ 3 વખત સફાઈ કરવામાં આવે છે. ફાર્મમાં ગીતો પણ વગાડવામાં આવે છે. ગાયોની જર્મનીથી મંગાવેલા મશીનોથી મસાજ પણ કરવામાં આવે છે.ઋતુ અનુસાર ગાયોનું ડાયટ નક્કી કરવામાં આવે છે.

 આ ડેરીમાં ગાયોની વિશેષ કાળજી લેવામાં આવે છે. અહીં, ગાયો માટે રબર સાદડીઓ નાખવામાં આવી છે, જે દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત સાફ કરવામાં આવે છે. આ સાથે આ ગાયોને પીવા માટે ફક્ત આર.ઓ.નું પાણી આપવામાં આવે છે. તો, તેમને સોયાબીન, આલ્ફા ઘાસ, મોસમી શાકભાજી અને મકાઈનો ચારો ખાવા માટે આપવામાં આવે છે, અને આ ડેરીની વિશેષ બાબત એ છે કે અહીં 24 કલાકની ધીમા અવાજમાં સંગીત વગાડવામાં આવે છે.

ગાયોને ખાવા માટે સોયાબીન, અલ્ફા ઘાસ, મકાઈ અને સિઝનલ વસ્તુઓ ખવડાવામાં આવે છે. ગાયોનું પેટ સાફ રહે એટલા માટે હિમાલયા બ્રાન્ડની આયુર્વેદિક દવા પણ આપવામાં આવે છે. ગાયોના વજન અને તાપમાન પર પણ નજર રાખવામાં આવે છે. સમયાંતરે તેને ચેક પણ કરવામાં આવે છે. રોજ ગાયોનું હેલ્થ ચેક-અપ કરવામાં આવે છે. કોઈ સમસ્યા જણાઈ તો ગાયોને તરત હોસ્પિલ મોકલવામાં આવે છે.

ફાર્મ હાઉસ પર અંદાજે 4 હજાર ડચ પ્યોર હોલેસ્ટીયન ગાય છે. ભારતીય નસ્લની ગાય જ્યાં 70થી 90 હજારમાં મળે છે, ત્યારે આ સ્પેશ્યિલ ડચ હોલેસ્ટીયન ગાયની કિંમત અંદાજે 2 લાખ રૂપિયા જેટલી હોય છે. ડેરીમાં દરરોજ અંદાજે 25 હજાર લિટર દૂધો પ્રોડક્શન થાય છે.

આ ડેરનું બધું જ કામ ઓટોમેટિક થાય છે. દૂધ દોહવાથી લઈને પેકિંગ સુધી તમામ કામ ઓટોમેટિક મીશન દ્વારા થાય છે. દૂધ પાઈપ દ્વારા પહેલા ટેન્કમાં પછી પોર્ચ્યુરાઈઝ થઈને બોટલમાં બંધ કરવામાં આવે છે. દરરોજ સવારે બે હજાર ગાયનો દોહવામાં આવે છે. અહીં મશીન દ્વારા એક સાથે 150 ગાયોને દોહવામાં આવે છે. જેમાં 7 મિનિટનો સમય લાગે છે.

પુણેની આ ડેરીમાં દૂધને ફ્રીઝ એન્ડ ડિલિવરી દ્વારા 163 કિલોમિટર દૂર મુંબઈ પહોંચાડવામાં આવે છે. કસ્ટમર પાસે રોજ 5.30થી લઈને 6.30 વાગ્યે દૂધ લઈને ડિલિવરી મેન પહોંચે છે. આ ઉપરાંત પ્રાઈડ ઓફ કાઉના દરેક કસ્ટમને એક અલગ લોગીન આઈડી આપવામાં આવેલું છે. જેના દ્વારા તે ઓનલાઈન ઓર્ડર આપી શકે છે. આ સિવાય તે પોતાના ઘર સિવાય બીજી જગ્યાએ પણ દૂધ મંગાવી શકે છે.

જૂના કસ્ટમરના રેફરન્સ પર જ નવા કસ્ટમરને લેવામાં આવે છે. આ ફાર્મની દર વર્ષે 8 હજાર પર્યટકો મુલાકાત લે છે. ફાર્મમાં દાખલ થતાં પહેલાં પગમાં પાઉડરથી ડિસઇન્ફેક્શન કરવું જરૂરી છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I participated in this gambling website and achieved a considerable amount of winnings. However, later on, my mother fell seriously ill, and I had to take out some funds from my account. Regrettably, I encountered issues and was unable to process the withdrawal. Tragically, my mother passed away due to such casino site. I plead for your assistance in raising awareness about this platform. Please aid me in seeking justice, so that others don’t experience the pain and suffering I’m going through today, and avoid them from undergoing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page