રાજકોટના કોન્સ્ટેબલે ચાલુ કારમાંથી ઉતરીને કરી હિરોગીરો, બોનેટ પર બેસી જમાવ્યો રોફ

Featured Gujarat

રાજકોટઃ ગુજરાતમાં એક પછી એક પોલીસ કર્મચારીઓના વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. સૌ પહેલાં અર્પિતા ચૌધરીનો એક ટિક ટોક વીડિયો વાયરલ થયો હતો. હવે, રાજકોટના કોન્સ્ટેબલ ડી કે ઝાલાનો વીડિયો વાયરલ થયો છે. આ કોન્સ્ટેબલ રાજકોટના ભક્તિ નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. પોલીસ યુનિફોર્મમાં આ કોન્સ્ટેબલનો વીડિયો ફિલ્મી હિરોને ટક્કર મારે એવો છે.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં કોન્સ્ટેબર મોંઘી ફોર્ચ્યુનર કારના બોનેટ પર ‘સિંઘમ’ સ્ટાઈલમાં બેઠો છે અને ડ્રાઈવર કાર ચલાવે છે. ત્યારબાદ તે જાતે જ કાર ચલાવે છે. આટલું જ નહીં તે ચાલુ કારમાંથી નીચે ઉતરીને ‘સિંઘમ’ સ્ટાઈલમાં ચાલતો જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં કોન્સ્ટેબલ હિરો સ્ટાઈલમાં કપડાં તથા ઘડિયાળ પહેરતો બતાવવામાં આવ્યો છે.

ટિક ટોક વીડિયો નથીઃ
ઉલ્લેખનીય છે કે આ ટિક ટોક વીડિયો નથી. આ વીડિયો કોન્સ્ટેબલનો પર્સનલ વીડિયો છે. જોકે, આ રીતે રસ્તા પર પોલીસ યુનિફોર્મમાં ફિલ્મી સ્ટાઈલ મારવી
તેના પર પોલીસ કોઈ પગલાં લે છે કે નહીં તે ભવિષ્યમાં જ ખબર પડશે.

પોલીસમાં ટિકટોક વીડિયો ફેવરિટ
હાલમાં ગુજરાત પોલીસમાં ટિકટોક વીડિયો ફેવરિટ હોય તેમ લાગે છે. અર્પિતા ચૌધરી બાદ શુભમ ઉકેડીયાએ ટિકટોક વીડિયો બનાવ્યો હતો. તે પીસીઆર વાનમાં બેસીને વીડિયો બનાવે છે. ત્યારબાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. મંજીત વણઝારાનો પણ ટિકટોક વીડિયો વાયરલ થયો હતો. જોકે, તેઓ પોલીસ યુનિફોર્મમાં નહોતા અને પોતાના ઘરે હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *