Tuesday, April 16, 2024
Google search engine
HomeFeature RightPM નરેન્દ્ર મોદીએ પોતાની બર્થ-ડે કઈ ગુજરાતીઓ વાનગીઓની મજા માણી

PM નરેન્દ્ર મોદીએ પોતાની બર્થ-ડે કઈ ગુજરાતીઓ વાનગીઓની મજા માણી

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 69 બર્થ-ડે પર ગુજરાતના મુલાકાતે આવ્યા હતાં જ્યાં ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું જ્યારે બર્થ-ડેના દિવસે પોતાના માતા સાથે નરેન્દ્ર મોદીએ આશિર્વાદ લીધા હતા અને તેમની સાથે ભોજનની મજા માણી હતી. નરેન્દ્ર મોદી તાંબાની થાળીમાં માતા હીરબા સાથે પસંદગીના ગુજરાતી પકવાનની મજા માણી હતી.

મંગળવારે પોતાના 69માં બર્થ-ડે પર એક વાર ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાની સાથે નિરાંતની અમુક ક્ષણો વિતાવી હતી. સરદાર સરોવરની યાત્રા સહિત અનેક વ્યસ્ત કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ પીએમ સફેદ કુર્તો-પાયજામા અને જેકેટ પહેરીને પોતાની માતા હિરાબાને મળવા તેઓ ગાંધીનગર સ્થિત વૃંદાવન-2માં પહોંચ્યા હતા જ્યાં તેમણે માતાની સાથે દેશી ગુજરાતી થાળીની મઝા માણી હતી. તે ઘરમાં પીએમ મોદીના નાના ભાઇ પંકજ મોદીની સાથે તેમની માતા રહે છે

નરેન્દ્ર મોદીએ પોતાની માતાની સાથે ગુજરાતી થાળીમાં કાકડી-ટામેટા-ગાજરનો સલાડ, કાંચાપાકા ટિંડોરાનો સલાડ, બટાકા અને વટાણાનું શાક, ફણગાવેલા મગ અને મિક્ષ કઠોળ (દાળ) જોવા મળી હતી. તેની સાથે તુવેરની દાળ, ભાત અને ગુજરાતી રોટલીઓ પણ માતાએ પીરસી હતી. તેમાં પૂરણપોળી (મીઠી દાળ ભરીને બનાવેલી સ્ટફ્ટ રોટલી) ગુજરાતી વાનગી હતી.

નરેન્દ્ર મોદી સરદાર સરોવર ડેમના કાર્યક્રમ મંગળવારે પોતાની માતાને મળવાના હતા પરંતુ તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેઓ માતાની સાથે બપોરનું લંચ લેવાનો નિર્ણય કર્યો હતો. પંકજ મોદીની પત્ની ઉન્નતિ દ્વારા તમામ પકવાન બનાવવામાં આવ્યા હતા. પીએમ મોદી ઘરે આવ્યા પહેલા પંકજ મોદી અને તેમના પત્ની સરિતાની સાથે રાજ્યની બહાર કોઇ કામ માટે ગયા હતા. પોતાની માતાની સાથે પીએમ અહીં લગભગ 35 મિનિટ સુધી શાંતિની ક્ષણો વિતાવી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Embark into this exciting adventure of imagination and let your mind fly! ? Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page