Friday, April 12, 2024
Google search engine
HomeNationalઅહીંયા ગાયમાતા એકદમ મજા સાથે ખાઈ રહ્યાં છે પાણીપુરીની મજા, જોતા જ...

અહીંયા ગાયમાતા એકદમ મજા સાથે ખાઈ રહ્યાં છે પાણીપુરીની મજા, જોતા જ રહી જશો એ નક્કી

લખનઉઃ ગુજરાતી યુવતીઓ ગમે ત્યાં પાણીપુરી જુએ તો એકવાર તો ટેસ્ટ કર્યા વગર રહી જ ના શકે. આપણું આ ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે. જોકે, તમે ક્યારેય કોઈ ગાયને તેના વાછરડાં સાથે પાણીપુરીની મજા માણતા જોઈ છે? ઈન્ટરનેટ પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક પશુપ્રેમી વૃદ્ધ ગાય અને વાછરડાંને પ્રેમથી પાણીપુરી ખવડાવતા જોવા મળે છે.

ગાયને પાણી પૂરી ખાતા જોઈને તમને નવાઈ સાથે મનમાં સવાલ થતો હશો કે ગાય પાણીપુરી ખાય ખરી? પણ આ વીડિયો જોઈને લાગે છે હા ગાય પાણીપૂરી પણ ખાય છે. સો.મીડિયામાં પાણીપુરી ખાતી ગાય અને તેના વાછરડાનો વીડિયો આગની જેમ વાઈરલ થયો છે.

શ્રી130920 નામના યુઝરે સો.મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ ઘણાં જ પ્રેમથી પાણીપુરીના સ્ટોલ પર ગાય તથા તેના વાછરડાને પાણીપુરી ખવડાવે છે.

પાણીપુરની લારી ગર ઉભેલા વૃદ્ધ પ્રેમથી ગાય અને વાછરડાને પાણીપુરી ખવડાવે છે. પાણીપુરીવાળો મસાલો અને પાણી ભરી ભરીને વૃદ્ધ વ્યક્તિના હાથમાં આપે છે. વૃધ્ધ પુરી લઈને વારાફરતી ગાય અને વાછરડાનાં મોંમા મૂકીને ખવડાવતા જાય છે.

ઈન્ટરનેટ પર વાઈરલ થયેલો આ વીડિયો ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉની રેડ હિલ કોન્વેટ સ્કૂલ પાસેનો હોવાનું જાણવા મળે છે.

ગાયને પાણીપુરી ખવડાવતા આ વીડિયોમાં અનેક યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો વૃદ્ધનો સેવાભાવ જોઈને ખૂબ વખાણ કરી રહ્યા છે. જોકે ઘણા લોકો ગાયને આ રીતે પાણીપુરી ખવડાવાનો વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે ગાયને ઘાસચારો ખવડાવો જોઈએ, પાણીપુરી તેની હેલ્થ માટે સારી વસ્તુ નથી.

યાદવજી નામના યુઝર્સે કમેન્ટ કરી છે કે ‘‘વાહ શું વાત છે અંકલજી, તમે તો દીલ જીતી લીધું’’. રાહુલ નામના યુઝર્સે લખ્યું છે કે ‘‘ગાય માતા કેટલા પ્રેમથી પાણીપૂરી ખાય છે. ’’ જ્યારે અભિષેક નામના યુઝર્સે કમેન્ટ કરી છે કે ‘‘અંકલજી આ ગાયની હેલ્થ માટે સારું નથી. આનાથી સારું હતું કે તમે તેને પાણીપૂરીની જગ્યાએ રોટલી ખવડાવી હોત.’’

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #MindBlown ? into this thrilling experience of imagination and let your imagination fly! ? Don’t just explore, experience the excitement! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ?

  2. I engaged on this gambling website and succeeded a significant amount, but eventually, my mother fell sick, and I needed to take out some money from my casino account. Unfortunately, I experienced difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother died due to this gambling platform. I request for your support in bringing attention to this online casino. Please help me in seeking justice, so that others won’t face the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page