Thursday, November 30, 2023
Google search engine
HomeBollywoodસાઉથની આ હોટ અભિનેત્રીને ડેટ કરી રહ્યો ટીમ ઈન્ડિયાનો બોલર જસપ્રીત બુમરાહ?

સાઉથની આ હોટ અભિનેત્રીને ડેટ કરી રહ્યો ટીમ ઈન્ડિયાનો બોલર જસપ્રીત બુમરાહ?

મુંબઈ: વર્લ્ડ કપમાં ધમાકેદાર પર્ફોર્મન્સથી સૌનું ધ્યાન આકર્ષિત કરનાર બુમરાહનું નામ એક્ટ્રેસ સાથે જોડાઈ રહ્યું છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ અનુપમા પરમેશ્વર સાથે બુમરાહનું અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે. હજુ સુધી અફેરને લઈને બુમરાહે કંઈ પણ કહ્યું નથી જોકે એક્ટ્રેસે આ અંગે મોટો ખુલાસો કર્યો છે.

પિંકવિલાના રિપોર્ટ મુજબ, અનુપમાએ બુમરાહ સાથેની રિલેશનશીપની વાત ખોટી ગણાવી છે. અનુપમાએ કહ્યું હતું કે, બુમરાહ માત્ર તેનો સારો મિત્ર છે અને તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા નથી. ટ્વિટર પર બુમરાહ અને અનુપમાએ એકબીજાને ફોલો કર્યાં તેમજ એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરી ત્યારથી જ બંનેના અફેરની ચર્ચા થવા લાગી છે.

બુમરાહનું નામ અગાઉ પણ એક એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે. બુમરાહ સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ રાશિ ખન્નાને ડેટ કરતો હોવાની પણ સમાચાર સામે આવ્યા હતાં. જોકે, રાશિએ આ સમાચારને અફવામાં ખપાવી દીધી હતી. રાશિએ કહ્યું હતું કે, મને માત્ર એટલી જ ખબર છે કે બુમરાહ ઈન્ડિયન ક્રિકેટર છે…બસ.

RELATED ARTICLES

2 COMMENTS

  1. hi!,I really like your writing so so much! share we communicate extra approximately your post on AOL?

    I require a specialist in this space to resolve my problem.
    Maybe that’s you! Looking forward to peer you.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page