Sunday, May 12, 2024
Google search engine
HomeRecipeચટાકેદાર મોમોઝ ખાવાના શોખીન છો ને? જાણી જોઈને ખતરનાક બીમારીઓને આપો છો...

ચટાકેદાર મોમોઝ ખાવાના શોખીન છો ને? જાણી જોઈને ખતરનાક બીમારીઓને આપો છો આમંત્રણ

અમદાવાદઃ મોમોઝ એક એવું સ્ટ્રીટ ફૂડ છે, જે નાના-મોટા તમામ લોકોને ભાવે છે. આજકાલ તો ગલીના નાકે મોમોઝની લારી ઊભેલી હોય જ છે. ઘણીવાર તો લોકો રસોઈ બનાવવાને બદલે મોમોઝ જ ખાઈ લેતા હોય છે.

સ્ટ્રીટ ફૂડ બાળકોથી લઈ મોટેરાઓને પસંદ છે. બજારમાં અનેક પ્રકારના મોમોઝ મળે છે. વેજ, નોવેજ, સ્ટીમ્ડ, તંદૂરી તથા ફ્રાઈડ મોમોઝ હોય છે. જોકે, આજે અમે તમને મોમોઝ તબિયત માટે કેટલાં નુકસાન કારક છે, તે જણાવીશું.

સ્વાદમાં ચટપટા મોમોઝ તબિયત માટે નુકસાનકારક સાબિત થાય છે. ડોક્ટર્સની વાત માનીએ તો તેઓ મોમોઝ ખાવાની ના પાડે છે. તેમના મતે, મોમોઝ ખાવાથી અનેક બીમારીઓ થઈ શકે છે. મેંદામાંથી બનાવાને કારણે તે પાચનતંત્રને ખરાબ કરી શકે છે. આ સાથે જ મોમોઝમાં કેલરીની માત્રા ઘણી જ માત્રામાં હોય છે અને પોષક તત્વનો બિલકુલ હોતા નથી. એટલે મોમોઝમાંથી તમને માત્ર સ્વાદ મળે છે પરંતુ પોષક તત્વો મળતા નથી.

મોમોઝ મેંદોમાંથી બને છે અને આ મેંદાને સોફ્ટ કરવા માટે બ્લીચિંગ મેંદાનો ઉપયોગ થાય છે. જેને કારણે શરીર ખરાબ થાય છે અને શરીરમાં ઈન્સ્યૂલિન લેવલ વધી જાય છે. મેંદામાં ફાઈબર હોતું નથી. આ ઉપરાંત તેને સફેદ તથા ચમકીલું બનાવવા માટે બેંજોઈલ પેરોક્સાઈડથી બ્લીચ કરવામાં આવે છે, જે શરીર માટે નુકસાનદાયક છે. લારી પર મોમોઝ ખાવામાં આવે તો ત્યાં ચોખ્ખાઈ પણ હોતી નથી. જેથી પેટની બીમારીઓને આપણે જાણી જોઈને આમંત્રણ આપીએ છીએ.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Embark into this exciting adventure of imagination and let your imagination soar! ✨ Don’t just explore, experience the thrill! ? Your brain will thank you for this exciting journey through the worlds of endless wonder! ✨

  2. Чим корисні тактичні рюкзаки
    Відмінності від звичайних
    купити тактичні рюкзаки [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]https://ryukzakivijskovibpjgl.kiev.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page