Friday, April 12, 2024
Google search engine
HomeGujaratમોડી સાંજે કડાકા-ભડાકા અને ભારે પવન સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ

મોડી સાંજે કડાકા-ભડાકા અને ભારે પવન સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ સાંજ 8 વાગ્યાની આસપાસ અમદાવાદમાં અચાનક જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શહેરના મોટાભાગના વિસ્તારોમાં અચાનક જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. આ સાથે જ ચાંદલોડિયા, એસ.જી. હાઈવે, સરખેજ, ગોતા, જગતપુર, સોલા અને થલતેજ જેવા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પછી વરસાદ પડવાથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ભારે વરસાદને કારણે અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. આ સાથે જ વાહનવ્યવહાર પર પણ માઠી અસર પડી હતી. વરસાદને કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

અમદાવાદનાં વૈષ્ણોદેવી સર્કલ, અડાલજ, બોપલ, ઘુમા, એસજી હાઇવે, સોલા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. બગોદરામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

આખો દિવસ ઉકળાટભર્યા વાતાવરણ બાદ અચાનક વાતાવરણમાં પલટો થયો અને વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદે બેટિંગ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાનાં વિરમગામ, ડુમાણા, કાંકરાવાડી, વણી, ગોરૈયા, રહેમલપુર, કાલીયાણા, ધાકડીમાં પણ વરસાદ પડ્યો હતો.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! ? Dive into this exciting adventure of knowledge and let your thoughts soar! ? Don’t just enjoy, savor the thrill! ? Your brain will be grateful for this thrilling joyride through the dimensions of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page