Saturday, April 20, 2024
Google search engine
HomeBollywoodઅરબાઝ ખાનની ગર્લફ્રેન્ડે કમરથી ઉપર દોરાવડાવ્યું છે ટેટ્ટુ, આ રીતે બહાર આવ્યું...

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડે કમરથી ઉપર દોરાવડાવ્યું છે ટેટ્ટુ, આ રીતે બહાર આવ્યું સિક્રેટ

મુંબઈ: બોલિવૂડ સ્ટારના અફેર્સ હંમેશા ચર્ચામાં રહે છે. ખાસ કરીને વાત જ્યારે કોઈ માટા અને ફેમસ પરિવારની હોય તો આ પ્રકારના સમાચાર ખૂબ ઝડપથી ફેલાય છે. બોલિવૂડમાં અરબાઝ ખાન અને તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીના સમાચાર વારંવાર ચમકતા રહે છે. મલાઈકાથી છૂટા પડ્યા બાદ અરબાઝ તેની ગર્લફ્રેન્ડ સાથે વધુને વધુ સમય વિતાવી રહ્યો છે.

અરબાઝની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની પણ પૂર્વ પત્ની મલાઈકા અરોરાની જેમ લાઈમ લાઈટમાં રહે છે. ફોટોગ્રાફર્સની નજર તેના પર હંમેશા મંડાયેલી જ હોય છે. ત્રણ દિવસ પહેલાં પોતાના ડોગીને લઈને બહાર ફરવા નીકેળેલી જ્યોર્જિયાની તસવીરો વાઈરલ થઈ હતી. હવે ફરી જ્યોર્જિયાની તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં તેનું એક સિક્રેટ પણ બહાર આવ્યું છે.

બ્લેક ટીશર્ટ અને બ્લૂ જીન્સમાં પોતાના ડોગીને લઈને ફરવા નીકળેલી જ્યોર્જિયા એન્ડ્રિયાનું કમર પરનું ટેટ્ટુ રિવિલ થયું છે. કમરથી ઉપરના ભાગે આ ટેટ્ટુમાં L અક્ષર બનાવ્યો છે, જેના ફરતા ફુલો દોરેલા છે. ટેટ્ટુની આ તસવીરોને પાપારાઝી વરિન્દર ચાવલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

નોંધનીય છે કે અરબાઝની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની ટેટ્ટુ ખૂબ શોખ છે. બેકસાઈડમાં નિતંબથી નીચે પણ તેણે એક ટેટ્ટુ દોરાવ્યું છે. આ ટેટ્ટુ પણ અનેક વખતે કેમેરામાં ઝડપાઈ ચૂક્યું છે.

આ અગાઉ 4 દિવસ પહેલાં જ્યોર્જિયાના આ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. ફોટોમાં તે પોતાના ડૉગી સાથે મોર્નિંગ વૉક પર જતી જોવા મળી રહી છે. જ્યોર્જિયાના આ ફોટોમાં તે ઓરેન્જ કલરના સુપર હૉટ શૉટ્સ પહેરીને ફરતી જોવા મળી રહી છે. તેમણે એક હાથમાં ડૉગીની સ્ટ્રાઇપ પકડી છે અને બીજા હાથમાં મોબાઇલ પકડ્યો છે. ખુલ્લા વાળમાં જ્યોર્જિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ઉલ્લેખનીય છે કે, મલાઇકા અરોરાથી અલગ થયાં પછી અરબાઝ ખાન લાંબા સમયથી જ્યોર્જિયાની સાથે રિલેશનશિપમાં છે.

જોકે, બંનેના લગ્ન ક્યારે થશે તે વિશે કોઈ સમાચાર સામે આવ્યા નથી.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page