Saturday, April 20, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

અમદાવાદ: અંદાજે એક સપ્તાહ મોડું આખરે શનિવારના રોજ ચોમાસાએ કેરળના દરિયા કિનારે દસ્તક દીધી છે. ભારતીય હવામાન વિભાગે શનિવારે તેની જાહેરાત કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 13 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થશે. ગઈકાલથી પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ગુજરાતના નવસારી-વલસાડ સહિતના પથંકોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

કાળઝાળ ગરમી બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆતથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના કારમે સ્થાનિકોમાં ગરમીથી રાહતની લાગણી જોવા મળી હતી. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં બે-ત્રણ દિવસની ગરબી બાદ ચોમાસાની શરૂઆત થઈ જશે.

છેલ્લા વર્ષ કરતાં આ વર્ષે ગરમીનો પારો વધારે હોવાથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં પાક અને પાણી જેવી સમસ્યાઓથી લોકો પીડાતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ગરમીના કારણે મોતની ઘટનાઓ પણ સામે આવી હતી. હવામાન વિભાગ પ્રમાણે, આ વખતે ચોમાસું સારું અને લાંબુ રહેશે. જેથી દેશવાસીઓ ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of endless possibilities! ? The captivating content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #MindBlown Dive into this cosmic journey of discovery and let your mind roam! ? Don’t just explore, experience the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page