Friday, April 12, 2024
Google search engine
HomeGujaratસંકટની સમયમાં ગામડાની વ્હારે આવ્યા સુરતના બિઝનેસમેનો, ગામડાંમાં રોકાઈને કોરોના દર્દીઓની સેવા...

સંકટની સમયમાં ગામડાની વ્હારે આવ્યા સુરતના બિઝનેસમેનો, ગામડાંમાં રોકાઈને કોરોના દર્દીઓની સેવા કરશે

કોરોનાએ શહેરો બાદ હવે ગામડાંમાં પણ માજા મૂકી છે. જાગૃતિનો અભાવ અને આરોગ્યની અપૂરતી સુવિધાના કારણે ગામડામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આથી અમુક લોકો હજારો રૂપિયા ખર્ચીને ગામડું છોડીને શહેરમાં સારવાર માટે આવી રહ્યા છે. ગામડાઓ પર આવી પડેલા આ મુશ્કેલ સમયમાં સુરતના બિઝનેસમેનો આગળ આવ્યા છે. સુરતના પ્રખ્યાત હીરાના વેપારી મહેશભાઈ સવાણી સહિત સેવા ટીમના સભ્યો ગામડાની વ્હારે આવ્યા છે.

સુરતમાં કોરોના સામેની લડાઈમાં મહેશભાઈ સવાણી અને સેવા ટીમે અલગ-અલગ કોવિડ સેન્ટર ઉભા કરી સરાહનીય કામગીરી બજાવી છે. હવે સેવા ટીમ સૌરાષ્ટ્રના ગામડામાં જઈને ત્યાંના લોકોને કોરોના સામેની લડાઈમાં મદદરૂપ થશે. સેવા ટીમ હાલમાં સૌરાષ્ટ્રના ગામડાનો કોરોનાની સ્થિતિનો અભ્યાસ કરવા ગઈ હતી. જેના પરથી સેવા ટીમે ‘ચલો જઈએ વતતની વ્હારે ‘ ઝૂંબેશ શરૂ કરી છે.

આગામી શનિવાર 30થી વધુ ડૉક્ટરો અને 52 જેટલી સંસ્થાના લોકો ગામડામાં સેવા આપવા જશે. આ ઉપરાંત અન્ય લોકોને પણ તેમના વતનના ગામમાં સેવા કરવાની અપીલ કરવામાં આવી છે.

‘ચલો જઈએ વતનની વ્હારે ‘ ઝૂંબેશ અંતર્ગત શહેરના લોકોને સાત દિવસ પોતાના ગામને આપવાની અપીલ કરવામાં આવી છે. આ ઝૂંબેશનો મુખ્ય હેતુ લોકોમાં કોરોના પ્રત્યેનો ખોટો ડર દૂર કરવો, યોગ્ય સારવારમાં મદદરૂપ થવું, કોરોનાની સાચી માહિતી આપી, ગામના દરેક લોકોને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરવા

સેવા ટીમ સુરતના મુખ્ય સભ્યો મહેશભાઈ સવાણી, કરૂનેશભાઈ રાણપરિયા, વિપુલભાઈ બુહા સાથે બીજા 5 સભ્યોએ અમરેલી, ભાવનગર, જૂનાગઢ જિલ્લામાં ધારી, લાઠી, પાલીતાણા, વલ્લભીપુર, ગારીયાધાર, સાવરકુંડલા, બગસરા જેવા નામાંકિત શહેરો તેમજ આ વિસ્તારનાં તમામ ગામડાઓમાં ચાર દિવસીય પ્રવાસ કરીને આંકલન કર્યું હતું.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #AdventureAwaits ? into this cosmic journey of imagination and let your thoughts roam! ? Don’t just explore, experience the thrill! ? ? will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page