Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratસુરતી લગ્નમાં બન્યું કંઈક એવું કે માત્ર દુલ્હન જ નહીં આસપાસના તમામ...

સુરતી લગ્નમાં બન્યું કંઈક એવું કે માત્ર દુલ્હન જ નહીં આસપાસના તમામ લોકો પણ ચમકી ગયા!

અમદાવાદઃ લગ્ન પછી દુલ્હા અને દુલ્હન સ્ટેજ પર બેઠા હતાં. ત્યારે ફ્રેન્ડ્સે મજાક કરવા માટે અનોખી રીત વિચારી હતી. જોકે, ઘણીવાર એવું જોવા મળે છે કે, જ્યારે લગ્નમાં દુલ્હા અને દુલ્હન સ્ટેજ પર બેઠા હોય છે ત્યારે ફ્રેન્ડ્સ અને કઝિન્સ કંઈકને કંઈક પ્રૅન્ક કરી લોકોનું મન હળવું કરે છે.

સોશિયલ મીડિયા પર અત્યારે આવો જ એક વીડિયો જબરદસ્ત રીતે વાઇરલ થઈ રહ્યો છે. દુલ્હા અને દુલ્હન સાથે એવી મજાક કરવામાં આવી હતી કે બધા હસી હસીને બેવળ વળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ વીડિયો સુરતનો હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

સ્ટેજ પર દુલ્હા-દુલ્હનને મળ્યા સિક્કાઃ ઇન્ટરનેટ પર વાઇરલ થયેલાં આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્ટેજ પર દુલ્હા અને દુલ્હન બેઠાં છે અને અચાનક જ તેમના ફ્રેન્ડ અને કઝિન્સ એક-એક કરીને આવવાનું શરૂ કરી દે છે તેમને મળતી વખતે દુલ્હા અને દુલ્હનના હાથમાં એક-એક રૂપિયાનો સિક્કો આપી દે છે, તેમને પગે લાગે છે અને આગળ જતાં રહે છે. લગભગ અડધો ડઝનથી વધુ લોકો અહીં પહોંચી વારંવાર આવું કરે છે.

આવી મજાક જોઈને દુલ્હન હસી પડી હતીઃ ફ્રેન્ડ્સ અને કઝિન્સની આવી મજાક ઇન્ટરનેટ પર જબરદસ્ત વાઇરલ થઈ હતી. હાર્દિક ભટ્ટ નામના ઇન્સ્ટાગ્રામ આઇડી પર વીડિયો શેર કરવામાં આવ્યો હતો. સ્ટેજ પર બેઠેલી દુલ્હન પણ આ જોઈને હસવા લાગી હતી. ત્યાં હાજર લોકો પણ આ જોઈ ખૂબ જ હસી રહ્યા હતાં. આ વીડિયોને 20 લાખથી વધુ લાઇક કર્યો છે અને વીડિયોને કરોડો વ્યૂ મળ્યાં છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your thoughts fly! ? Don’t just enjoy, savor the thrill! ? Your mind will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page