Sunday, April 14, 2024
Google search engine
HomeRecipeઉનાળના વેકેશનમાં બાળકોને બહાર જેવા જ સિંગ ભુજિયા ઘરે બનાવીને ખવડાવો

ઉનાળના વેકેશનમાં બાળકોને બહાર જેવા જ સિંગ ભુજિયા ઘરે બનાવીને ખવડાવો

અમદાવાદઃ હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે અને બાળકો રોજે રોજ નવો નવો નાસ્તો માગે તે સ્વાભાવિક છે. બહારના નાસ્તાથી બાળકો બીમાર પડી જાય તેવો ડર દરેક માતાને લાગે તે સમજી શકાય તેમ છે. એટલે આજે અમે ઘરે સિંગ ભુજિયા કેવી રીતે બનાવાય તેની રેસિપી લઈને આવ્યા છે. એકવાર બાળકો આ ઘરે બનાવેલા સિંગ ભુજિયા ખાઈ લેશે પછી ક્યારેય બહારના સિંગ ભુજિયાના પેકેટને હાથ પણ લગાડશે નહીં.

સામ્રગીઃ
– સિંગ દાણા 1 કપ (શેકેલા અથવા કાચા કોઈ પણ ચાલે)
– ચણાનો લોટ અડધો કપ
– લાલ મરચું 1 ટી સ્પૂન
– જીરું 1 ટી સ્પૂન
– મીઠું, હિંગ, મરી પાવડર, સંચળ સ્વાદ પ્રમાણે
– તળવા માટે તેલ
– ફટકડી
– ખાવાના સોડા ચપટી

રીતઃ
– સૌ પ્રથમ પાણીમાં ચપટી ફટકડી નાખી આ પાણીમાં સિંગદાણાને ચારથી પાંચ કલાક પલાળી રાખો.
– જીરૂંને શેકીને પાવડર બનાવો
– ચણાના લોટમાં જીરા પાવડર, હિંગ, લાલ મરચું, ચપટી સોડા, મીઠું બધું નાખીને મિક્સ કરવું. આમાં સહેજ પણ પાણી નાખવુ નહીં.
– ફટકડીવાળા પાણીમાંથી સિંગદાણા કાઢીને સીધા ચણાના લોટમાં નાખવા. ચણાના લોટમાં સિંગદાણા રગદોળી લેવા. જરૂર લાગે તો જ સહેજ અમથું પાણી ઉપરથી છાંટી લેવું
– સિંગદાણા પર બરોબર લોટ ચોંટી જાય એટલે ગરમ તેલમાં તળી લેવા.
– તળ્યાં બાદ સિંગ ભુજિયા ઠંડા પડે એટલે તેની પર મરી પાવડર તથા સંચળ ભભરાવીને સર્વ કરવા.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I participated on this gambling website and managed a considerable sum of money, but eventually, my mother fell sick, and I needed to take out some money from my account. Unfortunately, I experienced problems and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to this casino site. I implore for your support in reporting this online casino. Please assist me to achieve justice, so that others won’t have to undergo the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

  2. I played on this online casino platform and earned a considerable sum of cash. However, afterward, my mom fell gravely ill, and I required to withdraw some earnings from my account. Unfortunately, I experienced issues and could not complete the withdrawal. Tragically, my mom passed away due to the online casino. I kindly ask for your assistance in bringing attention to this situation with the online casino. Please assist me to obtain justice, to ensure others do not endure the anguish I’m facing today, and prevent them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page