Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightસુરતી યુવકનો ગજબનો આઈડિયા, માર્કેટમાં આવી ગઈ ‘નરેન્દ્ર મોદી સીતાફળ કુલ્ફી’

સુરતી યુવકનો ગજબનો આઈડિયા, માર્કેટમાં આવી ગઈ ‘નરેન્દ્ર મોદી સીતાફળ કુલ્ફી’

સુરત: લોકસભા ચૂંટણી 2019માં બીજેપીને પ્રચંડ જીતનો શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ પાર્ટીએ ચૂંટણીમાં 300 સીટોનો આંકડો પાર કર્યો છે. પાર્ટી કાર્યકર્તાઓથી લઈને મોદી સમર્થકો પણ જીતને લઈને ખૂબ ઉત્સાહમાં છે. જોકે સુરતના એક આઈસક્રીમ પાર્લરમાં નરેન્દ્ર મોદીના નામ પર કુલ્ફી લોંચ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, માત્ર નામ જ નહીં ‘મોદી સીતાફળ કુલ્ફી’નો આકાર પણ મોદીના ચહેરા જેવો જ છે.

આ કુલ્ફીને નરેન્દ્ર મોદીના ચહેરાનું રૂપ આપવા કોઈ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી પરંતુ કારીગરોએ પોતાના હાથ વડે બનાવે છે. આ આઈસક્રીમ પાર્લરના માલિક વિવેક અજમેરા છે. તેમણે કહ્યું હતું કે, કારીગરોએ 24 કલાકમાં આવી 200 કુલ્ફી તૈયાર કરી રહ્યાં છે.

આ સ્પેશિયલ કુલ્ફી 30 મે સુધી ગ્રાહકોને વેચવામાં આવશે. 30 મેએ નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી પદના શપથ લેવાના છે. વિવેકે કહ્યું હતું કે, ‘મોદી સીતાફળ કુલ્ફી’નું સારું વેચાણ થાય છે. આ કુલ્ફીમાં અમે લોકોને 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે વેંચીએ છીએ.

આ કુલ્ફીને સંપૂર્ણ રીતે પ્રાકૃતિક પદાર્થોથી બનાવવામાં આવે છે. તેમાં કોઈ પણ કેમિકલ અથવા અન્ય રસાયણિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ કુલ્ફી ખાવા માટે લોકોની લાઈનો લાગે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! ? Embark into this exciting adventure of imagination and let your imagination roam! ? Don’t just enjoy, savor the thrill! #FuelForThought ? will thank you for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page