Saturday, April 20, 2024
Google search engine
HomeFeature Bottomમૃતકના અંતિમ સંસ્કાર છોડીને અચાનક ભાગ્યા લોકો, થોડી વારમાં ખડકાઈ ગઈ લાશો

મૃતકના અંતિમ સંસ્કાર છોડીને અચાનક ભાગ્યા લોકો, થોડી વારમાં ખડકાઈ ગઈ લાશો

લખનઉ: ઉત્તરપ્રદેશના ઔરૈયા જિલ્લામાં એક અજીબોગરીબ અને અરેરાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેને આખા ગામને હચમચાવી મૂક્યું છે.

ઔરૈયા જિલ્લાના અજીતમલ ગામમાં રામ સ્વરૂપ નામના યુવાનનું શનિવાર મોત નિપજ્યું હતું. જેના શુક્રવારે અંતિમ સંસ્કાર થયા હતા. અંતિમ સંસ્કારમાં સામેલ પરિવારજનો રિવાજ પ્રમાણે બાજુંમાં આવેલી નહેરમાં ન્હાવા ગયા હતા. જેમાં ન્હાતી વખતે મૃતકનો ભાઈ અને ભત્રીજો ડૂબવા લાગ્યો હતો. જેને બચાવવા માટે લોકો અંતિમસંસ્કાર છોડી નહેર પાસે આવ્યા હતા અને ડૂબેલા બંને લોકોની શોધખોળ આદરી હતી.

અંદાજે એક કલાક પછી બંનેના મૃતદેહો મળ્યા હતા. આ ઘટનાથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનામાં મૃતકના ભાઈ ચંદ્રેશ અને ભત્રીજા સત્યદેવનું મોત થયું હતું. ઘટનાની ખબર પડતાં જ પોલીસે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ એક પછી એક ત્રણ લોકોના મોતથી પરિવારના આક્રંદથી ગામ ધ્રુજી ઉઠ્યું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Embark into this exciting adventure of knowledge and let your thoughts fly! ✨ Don’t just explore, savor the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page