Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightઅમદાવાદ-બેંગલુરૂ ફ્લાઈટમાં ખામી સર્જાતા AC થયું બંધ, પેસેન્જરોએ મચાવ્યો હોબાળો

અમદાવાદ-બેંગલુરૂ ફ્લાઈટમાં ખામી સર્જાતા AC થયું બંધ, પેસેન્જરોએ મચાવ્યો હોબાળો

અમદાવાદ: અમદાવાદથી સાંજે 5.05 વાગે બેંગલુરૂ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે ફ્લાઈટ એરપોર્ટ પર જ દોઢ કલાકથી વધુ સમય પડી રહી હતી. ફ્લાઈટની એસી સિસ્ટમ બંધ થઈ જતાં ગરમી અને બફારાથી પરેશાન પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો.

દોઢ કલાક બાદ ટેક્નિકલ ખામી દૂર થતાં ફ્લાઈટ રવાના થઈ હતી. જોકે એસી બંધ થતાં પેસેન્જરોએ હાથથી પંખો નાખી રહ્યા હતા જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

ઈન્ડિગોની ફ્લાઈટ 6E 893 અમદાવાદથી સાંજે 5.05 વાગે બેંગલુરૂ જવા એરપોર્ટ પર તૈયાર હતી. તમામ પેસેન્જરો ફ્લાઈટમાં બેસી ગયા હતા અને ટેક ઓફની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે જ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું. થોડીવારમાં આ ખામી દૂર કરી દેવાશે તેમ ફ્લાઈટના કર્મચારીઓએ પેસેન્જરોને જણાવ્યું હતું.

જોકે લગભગ દોઢ કલાકનો સમય પસાર થઈ ગયો હતો. આ સમય દરમિયાન એસી પણ બંધ થઈ ગયું હતું. જેના કારણે પેસેન્જરોને હાથથી પંખા નાખવાનો વારો આવ્યો હતો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of excitement! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities ? into this thrilling experience of knowledge and let your imagination soar! ? Don’t just enjoy, experience the thrill! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page