Friday, April 12, 2024
Google search engine
HomeNationalલવ મેરેજ કર્યાં તો ભાઈએ બહેન પર ફેંક્યું એસિડ, દૃશ્યો જોઈલોકોનાં ટોળાં...

લવ મેરેજ કર્યાં તો ભાઈએ બહેન પર ફેંક્યું એસિડ, દૃશ્યો જોઈલોકોનાં ટોળાં દોડી આવ્યા

રાજસ્થાનના નાગૌરના નવા શહેરમાં એક ભાઈએ તેના સાથી સાથે મળીને તેની બહેન અને જીજાજીની કાર પર એસિડ ફેંક્યાની ઘટના સામે આવી છે. હુમલો કરવાની સાથે યુવકે તેની બહેનનું અપહરણ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. સારી વાત એ રહી કે, યુવકના જીજાજીએ સમયસર કારનો દરવાજો લોક કરીને કાંચ બંધ કરી દીધા હતાં. જેને લીધે એસિડ કારની બોડી પર પડ્યું હતું. આ હુમલામાં કારને ખૂબ જ નુકસાન થયું છે.

આ દૃશ્યો જોઈ સ્થળ પર લોકો ભેગા થઈ જતાં યુવક અને તેના સાથીઓ ભાગી ગયા હતાં. મહત્ત્વનું છે કે, આ ઘટના ગત શુક્રવાર રાતની છે. એસિડ હુમલો કરનારા યુવકની બહેને એક વર્ષ પહેલાં પરિવારની મરજી વિરુદ્ધ કોર્ટ મેરેજ કર્યા હતાં.

નાવા ગામના રહેવાસી ઓમપ્રકાશ લાલારામ કુમાવતે જણાવ્યું કે, ‘ તે તેની પત્ની રેણુ સાથે ભજન સંધ્યાના કાર્યક્રમમાં સામેલ થઈને પાછો ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન તેનો શાળો કુંજબિહારી પોતાના નાના ભાઈ વિશાલ અને મામાજી નેમીચંદ સાથે ત્યાં આવી પહોંચ્યો.

તેમણે કાર રોકાવાની મારી પત્ની રેણુની નીચે ઊતારવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન મેં ફટાફટ કારનો દરવાજો લોક કરી દીધો અને કારના કાંચ ચઢાવી દીધા હતાં. આ પછી કુંજબિહારી અને તેના અન્ય સાથીઓએ અમારી કાર પર એસિડ ફેંક્યું હતું.

ઓમપ્રકાશ લાલારામ કુમાવતે જણાવ્યું કે, ‘મેં એક વર્ષ પહેલાં 29 ઓક્ટોબર, 2020એ તેમણે આરોપી કુંજબિહારીની બહેન રેણુ સાથે કોર્ટ મેરેજ કર્યા હતાં. ત્યારથી કુંજબિહારી અને તેમના પરિજનો તેમની પત્ની સાથે દુશ્મની રાખે છે અને ઘણીવાર તેમને મારી નાંખવાની ધમકીઓ આપે છે. આ અંગે પોલીસને પણ ફરિયાદ કરી છે. પણ પોલીસે માત્ર ઔપચારિક પગલાં લીધા છે. જેને લીધે તેમની હિંમત વધી છે.’

નાવાં SHO ધર્મેશ દાયમાએ જણાવ્યું કે, ‘અત્યારસુધી તે ક્લિયર નથી કે, તે એસિડ હતું કે, બીજું કોઈ દ્વવ્ય હતું? જો એસિડ નાંખવું હોત તો ગાડી પર કેમ નાંખ્યું? તેમનો પારિવારીક મામલો છે. ઘણીવાર ઝઘડા કરતાં રહે છે. ઘણીવાર તેમને સમજાવ્યા છે. આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે.’

RELATED ARTICLES

9 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities Embark into this thrilling experience of imagination and let your mind soar! ✨ Don’t just read, experience the excitement! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the realms of awe! ?

  2. I participated on this casino platform and won a considerable sum of money, but later, my mother fell ill, and I wanted to cash out some money from my casino account. Unfortunately, I faced problems and couldn’t withdraw the funds. Tragically, my mother died due to the gambling platform. I request for your support in reporting this online casino. Please assist me to achieve justice, so that others won’t experience the pain I am going through today, and stop them from shedding tears like mine. ????

  3. I participated on this casino platform and managed a considerable sum of money, but later, my mom fell ill, and I needed to withdraw some funds from my account. Unfortunately, I experienced problems and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to such online casino. I implore for your help in reporting this online casino. Please support me to achieve justice, so that others do not experience the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page