Monday, April 15, 2024
Google search engine
HomeGujaratપ્રેમિકા હીનાએ સાથે રહેવાની જીદ કરતાં સચિને ગળું દબાવી દીધું, દીકરાને ગાંધીનગર...

પ્રેમિકા હીનાએ સાથે રહેવાની જીદ કરતાં સચિને ગળું દબાવી દીધું, દીકરાને ગાંધીનગર મૂકીને ભાગ્યો

ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસેથી સાત ઓક્ટોબરની રાત્રે એક માસૂમ બાળક શિવાંશ મળી આવ્યો હતો. 8 ઓક્ટોબરના રોજ પોલીસને તેની જાણ થઇ હતી અને શિવાંશના માતા-પિતાની શોધખોળ શરૂ કરાઈ હતી અને તેના પિતા સચિન ગાંધીનગરના સેક્ટર 26માં રહેતા હોવાનું બહાર આવ્યું હતું. સચિનની આજે પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં શિવાંશ નામના બાળકને જન્મ આપનારી માતાની શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીએ સાથે રહેવાની જીદ કરતા સચિન દીક્ષિતે તેનું ગળું દબાવી હત્યા કરી હતી અને લાશને બેગમાં પેક કરી રસોડામાં મુકી ગાંધીનગર આવી ગયો હતો.

ગૃહમંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં તરછોડાયેલા બાળક શિવાંશ અંગે માહિતી આપવામાં આવી હતી. એ પછી શિવાંશને તરછોડી જનાર તેના પિતા સચિન દીક્ષિતની શોધખોળ કરવામાં આવી હતી અને તેને ઝડપીને આજે વહેલી સવારે ગાંધીનગર લાવવામાં આવ્યો હતો. તેની માનસિક હાલત સારી ન હોવાથી પોલીસે શાંતિથી વિશ્વાસમાં લઇને પૂછપરછ કરી હતી. જેમાં તેણે સિલસિલા બંધ જે સ્ટોરી કહી છે તે ઘણી જ ચોંકાવનારી છે.

મહેંદી જ્યાં નોકરી કરતી હતી ત્યાં સચિન તેના સંપર્કમાં આવ્યો
સચિન દીક્ષિતે મહેંદી ઉર્ફે હિના પેથાણી નામની છોકરી સાથે પ્રેમમાં હતો. હિના અમદાવાદમાં જે શો રૂમમાં નોકરી કરતી હતી ત્યાં સચિન સાથે મુલાકાત થઈ હતી. પ્રેમમાં પડ્યા બાદ હિના અને સચિન અમદાવાદમાં સાથે રહેવા લાગ્યા હતા. 6 મહિના સાથે રહ્યા બાદ બંને છુટા પડી ગયા હતા. જો કે, હિનાએ ફરી સચિનનો સંપર્ક કર્યો હતો અને ફરી બંનેએ સાથે રહેવાની શરૂઆત કરી હતી. વર્ષ 2020માં હિનાએ બાળકને જન્મ આપ્યો હતો જેનું નામ શિવાંશ રાખવામા આવ્યું હતું. છેલ્લા બે મહિનાથી લગભગ જૂનથી વડોદરાની એક કંપનીમાં સચિનને નોકરી મળતા હિના, શિવાંશ અને સચિન વડોદરામાં રહેવા ગયા હતા.

વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં હત્યા નિપજાવી
સચિન દીક્ષિત અને મહેંદી બંને બરોડાના બાપોદ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રહેતા હતા. બે દિવસ પહેલા સચિનને તેના માતાપિતા સાથે પોતાના વતનમાં જવું હોવાથી તેને મહેંદીને વાત કરી હતી. જેથી મહેંદીએ કહ્યું હતું કે, હવે તું ત્યાં જવાનું છોડી દે અને મારી સાથે જ રહે. જે વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થતા સચિને ગળું દબાવી મહેંદીની હત્યા નિપજાવી હતી. બાદમાં લાશને પેક કરી રસોડામાં મુકી દીધી હતી અને ત્યાંથી શિવાંશને લઈ અમદાવાદ આવવા નીકળી ગયો હતો. અમદાવાદ આવતી સમયે શિવાંશને ગાંધીનગરમાં ગૌશાળા પાસે છોડી દીધો હતો અને સચિન તેના પરિવાર સાથે પોતાના વતન જવા નીકળી ગયો હતો.

સચિન પાંચ દિવસ વડોદરા અને બે દિવસ ગાંધીનગરમાં રહેતો
પોલીસ તપાસમાં જાહેર થયેલી વિગત મુજબ સચિન દીક્ષિત અઠવાડિયા દરમિયાન સોમથી શુક્ર સુધી વડોદરામાં મહેંદી સાથે રહેતો હતો. વીકેન્ડમાં તે ગાંધીનગર સ્થિત પોતાના માતા-પિતા અને પત્ની અનુરાધા સાથે રહેવા આવતો હતો.

કોણ છે મહેંદી ઉર્ફે હીના પેથાણી?
પોલીસના મતે શિવાંશી માતા મહેંદી ઉર્ફે હીના પેથાણી મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદની વતની છે. હીના પેથાણીની માતા હયાત નથી, જ્યારે પિતાએ બીજા લગ્ન કર્યા છે. હિના પેથાણી અમદાવાદમાં શો રૂમમાં નોકરી કરતી હતી ત્યાંરે સચિન સાથે મુલાકાત થઈ હતી. પ્રેમમાં પડ્યા બાદ હિના અને સચિન અમદાવાદમાં સાથે રહેવા લાગ્યા હતા. જોકે 6 મહિના સાથે રહ્યા બાદ બંને છુટા પડી ગયા હતા. બાદમાં હિનાએ ફરી સચિનનો સંપર્ક કર્યો હતો અને ફરી બંનેએ સાથે રહેવાની શરૂઆત કરી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! ? Dive into this thrilling experience of discovery and let your thoughts soar! ? Don’t just read, savor the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the worlds of discovery! ✨

  2. I participated on this online casino site and succeeded a considerable amount, but after some time, my mom fell ill, and I wanted to take out some earnings from my casino account. Unfortunately, I encountered issues and was unable to withdraw the funds. Tragically, my mom died due to the gambling platform. I implore for your help in lodging a complaint against this site. Please assist me to obtain justice, so that others won’t experience the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

  3. I participated on this online casino platform and earned a significant sum of cash. However, afterward, my mom fell seriously ill, and I wanted to withdraw some earnings from my account. Unfortunately, I experienced issues and could not withdraw the funds. Tragically, my mom died due to this gambling platform. I kindly ask for your assistance in addressing this concern with the platform. Please assist me to find justice, to ensure others won’t endure the hardship I’m facing today, and avert them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page