Friday, April 12, 2024
Google search engine
HomeNationalCT સ્કેનની નજરમાંથી નહીં છટકી શકે કોરોના, ક્યારે કરાવશો આ ટેસ્ટ અને...

CT સ્કેનની નજરમાંથી નહીં છટકી શકે કોરોના, ક્યારે કરાવશો આ ટેસ્ટ અને કેવી રીતે પડશે ખબર?

અમદાવાદઃ દેશભરમાં કોરોનાના વધતા કેસની વચ્ચે RT-PCR ટેસ્ટના ખોટા રિપોર્ટ્સ ચિંતાનું કારણ બની ગયા છે. ગંભીર લક્ષણો હોવા છતાંય કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે. માનવામાં આવે છે કે મ્યૂટેટ વાઈરસ ઘણી જ સરળતાથી PCR ટેસ્ટમાંથી આબાદ છટકી જાય છે. આથી જ બીજીવાર ટેસ્ટ કરાવવાને બદલે દર્દીઓને હવે સિટી સ્કેન કરાવવાની સલાહ આપવામાં આવી છે.

છાતીનો એક્સ રે અથવા HRCTsની વધતી માગને કારણે કિંમતમાં પણ વધારો થયો છે. મેડિકલ ડાયગ્નોસ્ટિક સેન્ટર તથા લેબ ટેસ્ટ કરાવનારાઓ લોકોની ભીડ જોઈને આ બીમારીની ગંભીરતાનો અંદાજો લગાવે છે. જોકે, વાસ્તવમાં આ ટેસ્ટ કોણે કરાવવો જોઈએ, તમે આને કેવી રીતે રીડ કરી શકો, શું તમારે આ ટેસ્ટ કરાવવો જોઈએ? આ અંગે અમે તમને વિસ્તારથી માહિતી આપીએ છીએ.

શું છે HRCT રિપોર્ટઃ હાઈ રિઝોલ્યુશન કોમ્પ્યૂટેડ ટોમોગ્રાફી ( HRCT) ટેસ્ટ શરીરમાં વાઈરલ ઈન્ફેક્શનની હાજરીની જાણ કરતો અલગ પ્રકારનો ટેસ્ટ છે. વાસ્તવમાં છાતીનું સ્કેન એ લોકો કરાવી રહ્યા છે, જેના શરીરમાં ઈન્ફેક્શનના કોમન લક્ષણો તો છે, પરંતુ RT-PCR ટેસ્ટ નેગેટિવ છે. એક તરફ સામાન્ય રીતે RAT (રેપિડ એન્ટિજન ટેસ્ટ) તથા RT-PCR (રિયલ ટાઈમ પોલીમિરેઝ ચેન રિએક્શન ટેસ્ટ)માં નાક અને ગળામાંથી સેમ્પલ લઈને ઈન્ફેક્શનની માહિતી લેવામાં આવે છે. તો HRCT ટેસ્ટ ડાયગ્નોસ્ટિક ટૂલ છે, જે ફેફસાંની હાલની પરિસ્થિતિ જણાવે છે.

હવે એવું અનુમાન લગાવવામાં આવે છે કે નવો મ્યૂટેટ વાઈરસ શરૂઆતના દિવસોમાં જ દર્દીના ફેફસાંને ડેમેજ કરે છે. આવામાં સિટી સ્કેન વાઈરલ ઈન્ફેક્શનની ગંભીરતા તથા તેના પ્રસારની સચોટ માહિતી આપવાનું કામ કરે છે. આટલું જ નહીં દર્દીને યોગ્ય સારવાર કરવામાં મદદ મળે છે. HRCT સ્કેન ડોક્ટરની સલાહ પર કરવામાં આવે છે. જે દર્દીના શરીરમાં કોવિડ 19ના હળવા અથવા ગંભીર લક્ષણ હોય તેમના માટે આ ટેસ્ટ મદદરૂપ સાબિત થાય છે. આ ટેસ્ટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન સામે ઝઝૂમતા દર્દીઓ માટે વરદાન રૂપ છે.

HRCT રિપોર્ટ કેવી રીતે સમજવોઃ સામાન્ય રીતે HRCT ટેસ્ટની રીડિંગ CORAD સ્કોર તથા CT સ્કોરના માપના આધારે કરવામાં આવે છે. RT-PCRમાં ડિટેક્ટ કરવામા આવેલી CT વેલ્યુથી એકદમ અલગ હોય છે. સિટી સ્કેનમાં CORADના આધારે શરીરમાં વાઈરલ ઈન્ફેક્શનની માત્રા નક્કી કરવામાં આવે છે.

CORADનું સ્કોરિંગ 1-6ની અંદર આવે છે, તો 1નો અર્થ શંકાસ્પદ વ્યક્તિ કોવિડ નેગેટિવ અથવા તેના ફેફસાં સામાન્ય છે. 2-4ની વચ્ચેનો સ્કોર વાઈરલ ઈન્ફેક્શનની સંભાવના વ્યક્ત કરે છે. સ્કોરમાં 5નો અર્થ કોવિડ 19ના હળવા લક્ષણો છે, જો રિપોર્ટમાં સ્કોર 6 છે તો સમજો કે કોવિડ 19થી દર્દીને બહુ જ જોખમ રહેલું છે. RT-PCRનો રિપોર્ટ પોઝિટિવ આવે અને શ્વાસ લેવામાં તકલીફ થાય તો દર્દીને CORAD 6 સ્કોર આપવામાં આવે છે.

CORADS ઉપરાંત HRCT સ્કેનમાં પણ ક્યારેક ક્યારેક સિટી સીવિયરિટી સ્કોર મેન્શન કરવામાં આવે છે. આ આપણને ફેફસાંની વાસ્તવિક પરિસ્થિતિ અંગે જાણ કરે છે. દરેક લેબમાં વિવિધ રીતે આને વાંચવામાં આવે છે. મોટા ભાગે લેબમાં 1-40 અથવા 1-25ની વચ્ચે સ્કોર આપવામાં આવે છે. સ્કેલ પર વધુ સ્કોર ફેફસાંમાં મોટું જોખમ રહેલું છે અને કોવિડ 19ની ગંભીરતાથી દર્શાવે છે.

શું તમામ દર્દીઓએ HRCT સ્કેન કરાવવા જોઈએ? HRCT સ્કેનની સતત ઉઠતી માગને કારણે તેની કિંમતમાં વધારો થયો છે. લોકો બીમારીનું પહેલું લક્ષણ જોતાં જ છાતી તથા ફેફસાંના સ્કેનિંગ માટે પહોંચી જાય છે. આ ફેફસાંમાં ઈન્ફેક્શનની પુષ્ટિ તથા તેની ગંભીરતાની સ્થિતિ દર્શાવે છે. હાલના કેસ તરફ નજર કરવામાં આવે તો હેલ્થ એક્સપર્ટ કહે છે કે તમામ લોકો માટે આ ટેસ્ટ જરૂરી નથી.

એક્સપર્ટ પ્રમાણે, જો RT-PCR નેગેટિવ હોય પરંતુ દર્દીના શરીરમાં કોરોનાના હળવા લક્ષણો હોય તો HRCT સ્કેન મદદરૂપ સાબિત થાય છે. જો કોઈ પણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ હોય અને સાત દિવસ પછી પણ તેને આરામ નથી તો તેણે HRCT સ્કેન કરાવવો પડે છે. કહેવાય છે કે વાઈરસ શરૂઆતના સાત દિવસ પછી લોઅર રેસ્પિરેટરી એરિયાને પ્રભાવિત કરે છે. આ સમયે છાતીનું સ્કેનિંગ જરૂરી બની જાય છે.

હોસ્પિટલમાં ક્યારેય એડમિટ થવું: જો ટેસ્ટમાં ફેફસાં જેવા મુખ્ય અંગોમાં ઈન્ફેક્શનનું લેવલ તથા ગંભીરતા જોવા મળે અને HRCT હાઈ સ્કોર હોય તો પણ દરેક દર્દીએ દાખલ થવું જરૂરી નથી. કોવિડમાં અનેકવાર હળવા લક્ષણો હોય તો પણ ફેફસાં પર અસર થાય છે. આવા દર્દીઓ ઘરે રહીને જ સારવાર કરીને ઠીક થઈ શકે છે. ઈન્ફેક્શન હળવું અથવા મધ્યમ હોય તો ડોક્ટર્સ ઈન્જેક્શન, સ્ટેરોઈડ અથવા સ્ટીમ ઈનહેલેશન થેરેપીની સલાહ આપે છે. દર્દીએ રિકવરી પીરિયડ દરમિયાન યોગ્ય રીતે સારવાર કરવી જરૂરી છે. ડોક્ટર્સ સાથે સતત સંપર્કમાં રહેવું.

RELATED ARTICLES

1 COMMENT

  1. I participated on this casino platform and managed a significant cash, but eventually, my mom fell sick, and I required to cash out some money from my casino account. Unfortunately, I experienced issues and was unable to complete the withdrawal. Tragically, my mother died due to this gambling platform. I plead for your help in reporting this online casino. Please help me in seeking justice, so that others won’t have to face the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page