Thursday, April 11, 2024
Google search engine
HomeInternationalપાકિસ્તાને આતંકી મસૂદ અઝહરને મુક્ત કર્યો, ભારતમાં થઈ શકે છે મોટો હુમલો:...

પાકિસ્તાને આતંકી મસૂદ અઝહરને મુક્ત કર્યો, ભારતમાં થઈ શકે છે મોટો હુમલો: રિપોર્ટ્સ

ઈસ્લામાબાદ: જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા બંધારણના આર્ટિકલ 370ને હટાવ્યા બાદ ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાવ વધતો જતો જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાનને દુનિયાના કોઈ પણ દેશથી મદદ મળી રહી નથી. આ ઉચાટમાં પાકિસ્તાને વધુ એક પગલું ઉઠાવ્યું છે.

એક રિપોર્ટ મુજબ, ઈમરાન સરકારે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને જેલમાંથી મુક્ત કરી દીધો છે. મસૂદ અઝહર ભારતમાં સંસદ, મુંબઈ, પુલવામા, ઉરી સહિત અનેક હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. મસૂદ અઝહરની મુક્તિ બાદ ભારતીય સેના અને સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

આ વર્ષે 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાને મસૂદ અઝહરની ધરપકડ કરી હતી. જોકે ત્યારે પણ ભારતે કહ્યું હતું કે, મસૂદ અઝહરની ધરપકડ માત્ર દેખાડો છે. હવે તેની ગુપચુપ મુક્તિથી સ્પષ્ટ થઈ ગયું છે કે, પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય દબાણમાં આવીને મસૂદ અઝહરની ધરપકડનું નાટક કર્યું હતું.

એક ખાનગી ન્યુઝ પેપરના રિપોર્ટ્સમાં ઈન્ટેલિજન્સ એજન્સી સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યું છે કે, પાકિસ્તાન ભારતમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. આતંકી હુમલાને અંજામ આપવા માટે જ મસૂદ અઝહરને મુક્ત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, યૂનાઈટેડ નેશન્સે મસૂદ અઝહરને આ વર્ષે મે મહિનામાં ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો છે.

ભારતીય ખાનગી એજન્સી આઈબીએ જમ્મુ અને રાજસ્થાન બોર્ડર પર આતંકી ઘૂસણખોરી અને બ્લાસ્ટ વિશે એલર્ટ જાહેર કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આઈબીના બે અધિકારીઓએ કહ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને છોડી દેવામાં આવ્યો છે. તે સાથે જ પાકિસ્તાને જમ્મુ અને રાજસ્થાન સેક્ટરમાં તેમના વધુ સૈનિકો તહેનાત કરી દીધા છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I engaged on this casino platform and succeeded a significant cash, but after some time, my mother fell sick, and I needed to cash out some money from my balance. Unfortunately, I encountered difficulties and was unable to finalize the cashout. Tragically, my mother died due to the online casino. I plead for your support in lodging a complaint against this website. Please support me in seeking justice, so that others do not experience the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page