Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratદીકરાથી પણ સવાઈ દીકરીઓ: એક જ પરિવારની ત્રણ દીકરીઓએ ડૉક્ટર બની...

દીકરાથી પણ સવાઈ દીકરીઓ: એક જ પરિવારની ત્રણ દીકરીઓએ ડૉક્ટર બની વગાડ્યો ડંકો

ગુજરાતમાં ત્રણ યુવતીઓના માતા-પિતાના જેટલા વખાણ કરો એટલા ઓછા પડે. આ માતા-પિતાએ જે કામ કર્યું છે એ ભાગ્યે જ કોઈ માતા-પિતા કરી શકે. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે રહેતા અયાઝ અહમદ ખરોડિયા કોંછા ગામે એક સ્કુલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે જ્યારે પત્ની શહેનાઝ ખરોડિયા પ્રાયમરી સ્કુલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. લધુમતિ સમાજના શિક્ષક દંપત્તિના પરિવારને ત્રણ પુત્રીઓ છે જે ત્રણેય ત્રણ ડોક્ટર બની છે. ત્રણેય પુત્રીઓ ડોક્ટર બનતાં પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

આ શિક્ષક દંપતિએ પુત્રીઓને ડોક્ટર બનવાનું તેમના જન્મ સમયે જ નક્કી કર્યું હતું. જેના પગલે આજે તેમની ત્રણેય પુત્રીઓમાં મોટી દીકરી ડો.ઝયનબ ગાયનેક, બીજી દીકરી ડો. સઈદા અયાઝ ડેન્ટલ સર્જન છે. જ્યારે ત્રીજી પુત્રી ડો. શમી માહ એમબીબીએસ બાદ હાલમાં તેઓ ત્રણ રાજ્યોની ખ્યાતનામ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી છે.

સુરતી સુન્ની વ્હોરા સમાજના ખરોડીયા દંપતીએ પોતાની પુત્રીઓને ડોક્ટર બનાવ્યાની સાથે સંસ્કારોનું સિંચન પણ કર્યું છે. પુત્રીઓએ ડોક્ટરની ડીગ્રી મેળવ્યા બાદ વિદેશ જવાની ના પાડી દેશમાં જ આરોગ્ય સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક પુત્રી અંકલેશ્વર અને એક પુત્રી ઝારખંડમાં છે જ્યારે ત્રીજી પુત્રી રાજસ્થાનમાં ડોક્ટર તરીકે સેવા આપી રહી છે. ત્રણ પુત્રીઓનો એક જ સૂર છે કે, ચુસ્ત સમાજમાંથી આવતી હોવા છતાં પિતાએ સંપૂર્ણ આઝાદી આપી જેથી આજે સપના સાકાર કર્યા છે.

પુત્રીના પિતા અયાઝ અહમદ ખરોડિયાએ જણાવ્યું હતું કે, મારે પુત્ર નથી તેનો કોઈ રંજ નથી. મારી ત્રણ પુત્રી જ મારા માટે સર્વસ્વ છે. મારી અને પત્નીની ઈચ્છા હતી કે મારી ત્રણેય દીકરીઓ ડોકટર બને. તેમના જન્મથી જ અમારી ઈચ્છા હતી. પુત્રીઓને શિક્ષણ પણ તે પ્રમાણેનું જ આપ્યું હતું અને આજે ત્રણેય દીકરી ડોક્ટર બનતા હું ગર્વ અનુભવું છું.

મોટી પુત્રી ડૉ. ઝયનબ ખરોડીયાએ જણાવ્યું હતું કે, કોરોનાની પહેલી લહેરમાં હું મુંબઈ મહાનગરપાલિકાની હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ફરજ બજાવતી હતી. જ્યાં કોરોના દર્દીઓ વચ્ચે રહી લોકોની સેવા કરી શકી તેનો આનંદ છે. અમારે વિદેશ જવું નથી. દેશમાં જ રહી આરોગ્ય ક્ષેત્રે સેવા કરવાની અમારી ઈચ્છા છે. પૈસા મહત્વના નથી અમારા માટે સેવા જ મહત્વની છે.

ખરોડીયા પરિવારની ત્રણ બહેનો ડોક્ટર બની અલગ-અલગ સ્થળે ડોક્ટર તરીકે ફરજ બજાવી રહી છે. કોરોનાકાળમાં પણ ખૂબ જ જોખમી રીતે ફરજ બજાવી ચૂકી છે. હાલમાં કોરોનાનો કહેર ઓછો થતાં રજા મેળવી પરિવાર સાથે ખરોડ ગામે સમય પસાર કરી રહી છે.

સુરતી સુન્ની વ્હોરા સમાજમાં એક જ પરિવારની ત્રણ બહેનોએ પોતાના માતા-પિતાના સપનાને સાકાર કરી સમાજની અન્ય દીકરીઓ માટે નવો માર્ગ ચીંધ્યો છે. વાતચીતમાં અન્ય દીકરીઓ પણ પોતાની ઈચ્છા પુરી કરી એક લક્ષ્ય નક્કી કરી તબીબી ક્ષેત્રે અથવા અન્ય ક્ષેત્રમાં આગળ વધે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I played on this gambling website and managed a significant sum of money, but later, my mom fell sick, and I wanted to take out some funds from my balance. Unfortunately, I encountered problems and was unable to withdraw the funds. Tragically, my mother died due to this gambling platform. I implore for your support in reporting this website. Please support me to obtain justice, so that others do not experience the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page