Friday, April 12, 2024
Google search engine
HomeRecipeકંઈક અલગ જ ખાવાની ઈચ્છા છે? તો આજે જ બનાવો છાશ રસમ,...

કંઈક અલગ જ ખાવાની ઈચ્છા છે? તો આજે જ બનાવો છાશ રસમ, જમવાની મજા આવી જશે એ નક્કી

અમદાવાદઃ કંઈક અલગ ખાવાની ઈચ્છા હોય અને ખબર ના પડતી હોય કે શું કરવું? તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ‘છાશ રસમ’, છાશ અને રસમ જુદા જુદા કરીને તો તમે ઘણી વાર બનાવ્યું હશે પણ હવે એક વાર તેને એકસાથે બનાવીને જુઓ. આ ખાવામાં ખૂબ સરસ લાગે છે.

સામગ્રી:
– એક મોટી વાટકી દહીં
– અડધી ચમચી જીરું
– અડધી ચમચી રાઈ
– અડધી ચમચી મેથા દાણા
– એક લીલા મરચા
– એક નાની ચમચી છીણેલું આદું
– બે ડુંગળી
– લીમડો
– હળદર
– ચપટી હીંગ
– મીઠું સ્વાદપ્રમાણે

રીત:
1. સૌથી પહેલા મધ્યમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો.
2. તેલ ગરમ થતાં જીરું, રાઈ અને મેથી નાખો.
3. તેના તડ તડ થતાં જ તેમાં લીલા મરચાં, આદું, ડુંગળી અને લીમડો નાખીને સંતાળો. ત્યારબાદ હીંગ, હળદર અને મીઠું નાખો.
4. હવે તેમાં દહીં નાખી સતત ચલાવતા રહો જ્યારે સુધી તેમાં ઉકાળ ન આવી જાય.
5. એક વાર ઉકાળ આવ્યા પછી તેને આશરે 5 મિનિટ સુધી ઉકાળો અને આંચ બંધ કરો.
6. તૈયાર છે છાશ રસમ. ગરમાગરમ સર્વ કરો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities Dive into this exciting adventure of imagination and let your thoughts soar! ✨ Don’t just read, immerse yourself in the excitement! #FuelForThought ? will be grateful for this exciting journey through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page