Sunday, April 14, 2024
Google search engine
HomeFeature Rightવાહન ચલાવતા ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર

વાહન ચલાવતા ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર

ગાંધીનગર: વાહન ચલાતવા ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. નવા ટ્રાફિકના નિયમોને લઇને થયેલા હોબાળો અને ભારે વિરોધ વંટોળ બાદ આરસી ફળદૂએ ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમોમાંથી છૂટ આપવાની જાહરાત કરી છે. રાજ્યમાં નવા ટ્રાફિક વ્હીકલ એક્ટને લઇને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે આખા દેશમાં નવો નિયમ બહાર પાડ્યા બાદ અમુક ભાજપ શાસિત રાજ્યોએ તેમાં છૂટછાટ આપી છે.

ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. લોકોને હેલમેટ ખરીદવામાં અને પીયુસી કાઢવામાં પડતી અગવડતાની ફરિયાદો સરકારને મળ્યાં બાદ આ અંગે ચર્ચા-વિચારણા કરીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આજે વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદૂએ એક પત્રકાર પરિષદ કરીને ગુજરાતીઓને રાહતના સમાચાર આપ્યા હતા. નવા મોટર વ્હિકલ એક્ટને લઇને બીજા 15 દિવસ (15 ઓક્ટોબર) સુધી મુદ્દત લંબાવાની જાહેરાત કરી છે. નવા 900 પીયૂસી સેન્ટરો ખોલવામાં આવશે. હેલ્મેટ, પીયુસી અને લાયસન્સને લઇને 15 દિવસની મુદ્દત લંબાવાઇ છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, 10 દિવસમાં પીયૂસી સેન્ટરો ખોલવામાં આવશે. હાલ રાજ્ય સરકારે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 15 ઓક્ટોબર સુધી હેલમેટ ન પહેરનાર અને પીયુસી ન ધરાવનાર વાહન ચાલકોને જૂના નિયમ પ્રમાણે 100 રૂપિયા દંડ ભરવો પડશે.

– 900 પીયૂસી સેન્ટરો ખોલવામાં આવશે
– હેલ્મેટ નહીં પહેરવા પર 15 ઓક્ટોબર સુધી કોઇ દંડ નહીં થાય
– પીયૂસી માટેની સમય મયાદામાં 15 ઓક્ટોબર સુધી લંબાવાઇ
– નવા ટી વ્હિલર સાથે ISISમાર્કાવાળું હેલ્મેટ ફીમાં આપવામાં આવશે
– પીયૂસી, લાયસન્સ અને વીમામાં 15 ઓક્ટોબર સુધી સમય મર્યાદા વધારાઇ
– વાહનની કિંમતમાં હેલ્મેટનો ચાર્જ ન લગાવે તેવી જોગવાઇ
– સરકારી અધિકારીઓએ પણ નિયમનું પાલન કરવું પડશે

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! ? Embark into this cosmic journey of discovery and let your thoughts soar! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page