Saturday, April 13, 2024
Google search engine
HomeNationalભારતના આ 400 વર્ષ જૂના મંદિરના રહસ્યો શોધવામાં વિજ્ઞાન પણ નિષ્ફળ રહ્યું...

ભારતના આ 400 વર્ષ જૂના મંદિરના રહસ્યો શોધવામાં વિજ્ઞાન પણ નિષ્ફળ રહ્યું છે!

નવી દિલ્હીઃ ભારતમાં દેવીમાનાં અનેક મંદિર છે, જે ચમત્કાર સાથે જોડાયેલા છે. આવું જ એક મંદિર બિહારમાં આવેલું છે. આ મંદિરનું નામ રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી છે. કહેવાય છે કે રાતના અંધારમાં આ મંદિરમાંથી કોઈકના હસવાનો અવાજ આવે છે પરંતુ આજ સુધી આ રહસ્યની જાણ થઈ નથી કે આવા અવાજો કેમ સંભળાય છે.

અનેક મૂર્તિઓઃ બિહારના બક્સરમાં આવેલા આ મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. જેમાં બંગલામુખી માતા, તારા માતાની સાથે દત્તાત્રેય ભૈરવ, બટુક ભૈરવ, અન્નપૂર્ણા ભૈરવ, કાલ ભૈરવ, માતંગી ભૈરવની મૂર્તિઓ સામેલ છે. સ્થાનિક લોકો તથા પૂજારીઓના મતે, આ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓ રાત્રે એકબીજા સાથે વાત કરે છે અને હસે છે. આથી જ રાત્રે જો મંદિર પાસેથી પસાર થવામાં આવે તો તેને હસવાનો અવાજ સંભળાય છે.
અનેક પ્રયાસો પણ નિષ્ફળતા મળીઃ આ રહસ્યનો ઉકેલ લાવવા માટે અનેક લોકોએ પ્રયાસ કર્યાં હતાં. ત્યાં સુધી કે અનેક ટીમે પણ તપાસ કરી હતી. જોકે, આ વાત ક્યારેય જાણી શકાઈ નહીં. કહેવાય છે કે મંદિરમાં કેટલાંક લોકોના બોલવાનો અવાજ આવે છે. જોકે, આ શબ્દો સ્પષ્ટ નથી. એક રિસર્ચ ટીમ પણ આવી હતી પરંતુ તે પણ કારણ શોધી શકી નહીં પરંતુ તેણે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે મંદિરની અંદર વિચિત્ર ઘટનાઓ બને છે.
400 વર્ષ જૂનું મંદિરઃ મંદિરના પૂજારીના મતે, આ મંદિર તંત્ર-સાધના માટે પ્રસિદ્ધ છે. અહીંયા તપસ્યા કરવાથી મનોકામના જલ્દી પૂર્ણ થાય છે. આથી જ સાધકો અહીંયા ધ્યાન ધરવા માટે આવે છે. કહેવાય છે કે આ મંદિર 400 વર્ષ જૂનું છે. આ મંદિરનું નિર્માણ પ્રસિદ્ધ તાંત્રિક ભવાની મિશ્રે કરાવ્યું હતું.
RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities ? into this thrilling experience of knowledge and let your mind soar! ? Don’t just read, savor the excitement! ? Your mind will be grateful for this exciting journey through the worlds of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page