Saturday, April 13, 2024
Google search engine
HomeNationalજીમ ટ્રેનરે જીવ ટૂંકાવ્યું, કારણ જાણીને તમને લાગશે આંચકો, અંતિમ ઈચ્છા હતી...

જીમ ટ્રેનરે જીવ ટૂંકાવ્યું, કારણ જાણીને તમને લાગશે આંચકો, અંતિમ ઈચ્છા હતી કંઈક આવી

ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં છાવણી વિસ્તારમાં રહેતા એક જીમ ટ્રેનરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જ્યારે તેનો ભાઈ રૂમમાં ક્રિકેટ રમવા માટે શૂઝ પહેરવા માટે આવ્યો તો પંખા સાથે જીમ ટ્રેનર લટકતો જોવા મળ્યો હતો. રૂમમાંથી સુસાઈડ નોટ પણ મળી હતી. આ નોટમાં કહેવામાં આવ્યું હતું, ‘બંને કાકાની દીકરીઓને મારો ચહેરો ના બતાવતા. પ્રેમિકાને પણ અંતિમ સંસ્કારમાં પ્રેમિકાને સામેલ ના કરતા. જો મારી અંતિમ ઈચ્છા પૂરી ના થઈ તો મારી આત્મા ભટકતી રહેશે.’

સંયોગિતાગંજ પોલીસના મતે, મૃતકનું નામ ગોપાલ વર્મા છે. તે એક જીમ ટ્રેનર છે. રવિવાર, 29 ઓગસ્ટના રોજ સવારે નિતેશે ભાઈ ગોપાલને પંખા સાથે લટકતી હાલતમાં જોયો હતો. લોકડાઉનને કારણે ગોપાલને કામ છોડી દીધું હતું.

તપાસમાં એ વાત સામે આવી કે સંપત્તિ અંગે પરિવારમાં વિવાદ ચાલતો હતો, જેમાં તે કાકાની બહેનોથી નારાજ હતો. પોલીસે સુસાઈડ નોટ જપ્ત કરી હતી. ગોપાલના બે ભાઈઓ નિતેશ તથા અંકુશ છે. ત્રણેય ભાઈઓ માતા-પિતા સાથે રહેતા હતા.

ગોપાલે સસુાઇડ નોટમાં પોતાની મરજીથી આત્મહત્યા કરી હોવાની વાત કહી છે. તેણે કહ્યું હતું કે તે જે પણ કરે છે, પોતાની ખુશીથી કરે છે. ભાઈ અંકુશને કહ્યું હતું કે ગોલુ તથા મન્નુ તેની સગી બહેનો નથી. તે કાકાની દીકરીઓ છે અને તેમના લગ્ન થઈ ગયા છે.

થોડાં સમયથી કાકાના પરિવાર સાથે સંપત્તિને લઈ ઝઘડો ચાલતો હતો. વિવાદમાં બંને કાકાની દીકરીઓ દખલગિરી કરતી હતી. શક્ય છે કે આ જ કારણે ગોપાલે સુસાઈડ નોટમાં બહેનો અંગે વાત કહી છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I engaged on this casino platform and succeeded a considerable amount, but eventually, my mom fell sick, and I wanted to withdraw some money from my balance. Unfortunately, I experienced problems and could not complete the withdrawal. Tragically, my mom died due to such gambling platform. I request for your support in bringing attention to this online casino. Please support me in seeking justice, so that others do not experience the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page