Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightબટાકાની વાવણી કરીને કરી કરોડોની કમાણી, પોલીસમાંથી બન્યો ખેડૂત

બટાકાની વાવણી કરીને કરી કરોડોની કમાણી, પોલીસમાંથી બન્યો ખેડૂત

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં ચાર હજારથી વધુ વસ્તી ધરાવતું ડાંગિયા ગામ છે. અહીં પાર્થીભાઈ જેઠાભાઈ ચૌધરી રિટાયર પોલીસકર્મી રહે છે. જે બટેકાની ખેતી કરી વર્ષે કરોડો રૂપિયા કમાણી કરે છે. આ સફળતા પાર્થીભાઈની તનતોડ મહેનતનું પરિણામ છે. પાર્થીભાઈની સફળતા દરેક ખેડૂત માટે પ્રેરણાદાયી પણ છે.

પાર્થીભાઈ ચૌધરીએ ગુજરાત પોલીસમાં SIથી DSP સુધીની સફર કરી અને આ દરમિયાન તેમણે ખેતીની દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું હતું. અત્યારે તેઓ વર્ષે 3.3 કરોડ રૂપિયાના ટર્ન ઓવર સુધી પહોંચવાની સાથે બટેકા ઉત્પાદનમાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

63 વર્ષના પાર્થીભાઈની વર્ષ 1981માં ગુજરાત પોલીસમાં SI તરીકે ભરતી થઈ હતી. વર્ષ 2015માં મહેસાણામાં એસીબીમાં ડીએસપી પદથી રિટાયર થયાં હતાં.

પાર્થીભાઈએ જણાવ્યા મુજબ, ‘‘ઘણાં સમયથી તે ગુજરાત પોલીસમાં કાર્યરત હતાં. બધું જ બરાબર ચાલતું હતું. પિતા જેઠાભાઈ પરંપરાગત ઘઉં, બાજરી સહિતની ખેતી કરતાં હતાં. વર્ષ 2003માં જેઠાભાઈએ તેમના પાંચેય દીકરાને જમીનના ભાગ પાડી દીધા હતા. દરેક ભાઈ પોતાની રીતે ખેતી કરતાં હતાં. આ દરમિયાન પાર્થીભાઈને પરંપરાગત ખેતીથી અલગ કંઈક નવું કરવાનો વિચાર આવ્યો. પ્રગતિશીલ ખેડૂતો પાસે જઈ તેઓ આધુનિક ખેતી શીખ્યા. આ પછી તેમણે બટેકાની ખેતી શરૂ કરી હતી.’’

વર્ષ 2004માં પાર્થીભાઈએ પોલીસની નોકરી કરતાં-કરતાં દર શનિ-રવિવારે રજામાં ઘરે આવી બટેકાની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. ખુદની પાંચ એકર જમીનમાં તેઓ બટેકા વાવતાં હતાં. આ પછી ધીમે-ધીમે તેમણે આસપાસની જમીન પણ ખરીદી લીધી હતી. અત્યારે તે 87 એકરમાં બટેકાની ખેતી કરી રહ્યા છે. હવે દેશનાં ઘણાં ખેડૂતો પાર્થીભાઈ પાસે બટેકાની ખેતીની પદ્ધતિ જાણવા આવે છે.

પાર્થીભાઈએ વધુમાં જણાવ્યું કે, આખા ખેતરમાં આઠ બોર બનાવડાવ્યા છે. જે સ્પ્રિન્કલર સિસ્ટમથી જોડાયેલાં છે. ખેતરમાં સારસંભાળ માટે 16 પરિવારોને રાખ્યા છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં બટેકાના વાવી દે છે. ચાર મહિના પછી છોડમાં બટેકા ઉગી જાય છે, જેને 15 માર્ચ સુધી લણી લેવામાં આવે છે. એપ્રિલથી નવેમ્બર સુધી બટેકા ઉપરાંત બાજરી, તરબૂચ અને મગફળીની ખેતી કરવામાં આવે છે.

પાર્થીભાઈ મુજબ ભારતમાં બનાસકાંઠા બટેકાની ખેતીનું હબ છે. આખા દેશમાં છ ટકા બટેકાનું ઉત્પાદન બનાસકાંઠામાં જ થાય છે. અહીં લગભગ 1 લાખ ખેડૂત બટેકાની ખેતી કરે છે. ખાસ વાત છે કે, બનાસકાંઠામાં મોટા પ્રમાણમાં બટેકાનું ઉત્પાદન થાય છે, જ્યારે તેની સાથે જોડાયેલાં ઉત્પાદન પાડોશી જિલ્લામાં લગાવવામાં આવેલા છે.

આખા બનાસકાંઠામાં બટેકાનું ઉત્પાદન થવાને લીધે અહીં ત્રણ ખાનગી કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યા છે. જેમાં બટેકાને સ્ટોર કરીને રાખવામાં આવે છે. આ ઉપરાંત મહેસાણા સ્થિત મૈક્કેન ફૂડ્સ ઇન્ડિયા યૂનિટ, હાઇફન ફૂડ યૂનિટ, બાલાજી વેફર્સ રાજકોટ અને વાપી યૂનિટમાં બટેકાની નિકાસ થાય છે. જેના ચિપ્સ સહિત અન્ય વસ્તુ બનાવવામાં આવે છે. આ રીતે બટેકાની ક્વોલિટીને પ્રોસેસિંગ કહેવામાં આવે છે. આ ઉપરાંત શાક બનાવવા માટે વપરાતા બટેકાની પણ ખેતી થાય છે. જે ટેબલ ક્વોલિટીના નામથી ઓળખાય છે.

પાર્થીભાઈએ જણાવ્યા મુજબ, તેમણે બટેકાની ખેતીમાં મહારથ રાતો-રાત હાંસલ કરી નથી. આ મૈક્કેન ફૂડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના કૃષિ વિશેષજ્ઞ ગોપાલ દાસ શર્મા, દેવેન્દ્ર જીનું માર્ગદર્શનનું પરિણામ છે. બટેકાની ખેતીની શરૂઆત કર્યા પછી માર્કેટિંગ માટેે પાર્થીભાઈ ગોપાલ દાસ અને દેવેન્દ્રજીના સંપર્કમાં આવ્યા હતાં. તેમણે બટેક વાવવાથી નાઇટ્રોજન, પોટાસ અને અન્ય કીટનાશકોનો ઉપયોગ જીણવટ પૂર્વક સમજાવ્યો હતો. જેને લીધે તે બટેકાની ખેતીના માસ્ટર બની ગયાં હતાં.

પ્રતિ હેક્ટર સર્વાધિક બટેકાના ઉત્પાદનનો વિશ્વ રેકોર્ડ પાર્થીભાઈના નામે છે. આ પહેલાં નેધરલેન્ડના એક ખેડૂતે પ્રતિ હેક્ટર 54 મેટ્રિક ટન બટેકા ઉગાડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. પછી પાર્થીભાઈએ પ્રતિ હેક્ટર 87 મેટ્રિક ટન બટેકા ઉગાડી વર્ષ 2011-12માં આ વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે સમયે બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર આર. જે. પટેલ અને કૃષિ વિશ્વ વિદ્યાલયના વાઇસ ચાન્સેલર મહેશ્વરીની દેખરેખમાં વિશ્વ રેકોર્ડની ટીમ પાર્થીભાઈના ખેતરમાં આવી હતી. વિશ્વ રેકોર્ડ પછી પાર્થીભાઈને ફોર્બ્સના લિસ્ટમાં પણ સ્થાન મળ્યું હતું.

ગુજરાત પોલીસના અધિકારીથી પ્રગતિશીલ ખેડૂત બનેલા પાર્થીભાઈની પત્ની મણિબેન હાઉસવાઈફ છે. તેમનો મોટો દીકરો કુલદીપ ચૌધરી એમડી રેડિયોલોજિસ્ટ છે. જે અત્યારે પાલનપુરમાં કાર્યરત છે. નાનો દીકરો રાકેશ અમદાવામાં સ્ટડી કરી રહ્યો છે. પ્રતિ એક 15થી 17 બટેકાનું અત્યારે ઉત્પાદન થઈ રહ્યું છે. શરૂઆતમાં તેમને 30 લાખ રૂપિયા સુધીની કમાણી થતી હતી. ત્યારે બટેકાના ભાવ 4-5 રૂપિયા હતાં. અત્યારે બટેકા પ્રતિ કિલો 22 રૂપિયે વેચાઇ રહ્યા છે. ઉત્પાદન 15 લાખ કિલો બટેકા સુધી પહોંચી ગયું છે. એવામાં અત્યારે વાર્ષિક ટર્ન ઓવર 3.3 કરોડ છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities Embark into this cosmic journey of discovery and let your thoughts soar! ✨ Don’t just explore, experience the excitement! #FuelForThought ? will be grateful for this exciting journey through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page