Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodએક સમયે રાનુ મંડલ મુંબઈમાં રહેતી હતી, લગ્નને લઈ થયો મોટો ખુલાસો

એક સમયે રાનુ મંડલ મુંબઈમાં રહેતી હતી, લગ્નને લઈ થયો મોટો ખુલાસો

મુંબઈ: રાતોરાત સ્ટાર બનેલી રાનૂ મંડલની જિંદગી વિશે તમામ લોકો જાણવા માંગે છે. રાનૂને લઈને રોજ નવાં-નવાં ખુલાસા થઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં તેના લગ્નને લઈને મોટો ખુલાસો થયો છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રાનૂએ બે વખત લગ્ન કર્યા હતાં. તેનો પહેલો પતિ પશ્ચિમ બંગાળમાંથી હતો તે રાનૂને વધારે મહત્વન આપતો ન હતો. રાનૂ 20 વર્ષની ઉંમરમાં જ ક્લબમાં સોંગ ગાતી હતી. રાનૂનો અવાજ એટલો જાણીતો બની ગયો હતો કે, તેના સાસરિયાઓને તેનાથી ઈર્ષા થવા લાગી હતી. રાનૂના પતિને આ પસંદ ન હતું. આ જ કારણ તે ધીરે-ધીરે રાનૂથી દૂર થવા લાગ્યો હતો અને અંતે તેને તરછોડી દીધી હતી.

પહેલા પતિથી રાનૂને એક દીકરો અને એક દીકરી છે. પતિએ તરછોડી દીધા બાદ રાનૂ ભાગી ગઈ હતી. વર્ષ 2000ની આસપાસ રાનૂ મુંબઈ આવી ગઈ હતી. અહીં આવી રાનૂએ ફિરોઝ ખાન જેવા સુપરસ્ટારના ઘરે નોકરી મળી ગઈ હતી. થોડાં સમય બાદ રાનૂની મુલાકાત બબલૂ મંડલ સાથે થઈ હતી. બબલૂ બંગાળનો જ રહેવાસી હતો. બંનેએ લગ્ન કરી લીધા હતા.

રાનૂનો પતિ બબલૂ એક હોટલમાં કામ કરતો હતો. દુર્ભાગ્ય રીતે 2003માં બબલૂનું મોત થયું હતું. બબલૂના મોત બાદ રાનૂ તૂટી ગઈ હતી અને તે પશ્ચિમ બંગાળ પરત ફરી હતી. અહીં રાનૂ ગીતો ગાતી હતી. રાનૂના મધુર અવાજને કારણે લોકો તેને થોડાં પૈસા આપી દેતાં હતાં.

10 વર્ષ સુધી આવું ચાલ્યું હતું. પરંતુ એક દિવસ રાનૂ રાણાઘાટ સ્ટેશન પર બેસીને ગીત ગાઈ રહી હતી તે દરમિયાન એક સોફ્ટવેર એન્જીનિયર અતિન્દ્ર ચક્રવર્તી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. રાનૂનો અવાજ સાંભળીને તે રોકાયો હતો. તેણે પોતાના મોબાઇલમાં રાનૂનો અવાજ રેકોર્ડ કર્યો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ થયા બાદ રાનૂ રાતોરાત સેલિબ્રિટી બની ગઈ હતી. હિમેશ રેશમિયાએ પોતાની ફિલ્મ માટે ગીત ગાવા માટે રાનૂને મોકો આપ્યો અને તેની નસિબ ખુલી ગયું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! ? Dive into this exciting adventure of discovery and let your thoughts fly! ? Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page