Friday, April 19, 2024
Google search engine
HomeRecipeઘરે જ બનાવો એકદમ ટેસ્ટી ને ક્રંચી સોયાબીન સ્ટિક્સ

ઘરે જ બનાવો એકદમ ટેસ્ટી ને ક્રંચી સોયાબીન સ્ટિક્સ

અમદાવાદઃ ક્રિસ્પી તથા ટેસ્ટી સોયાબીન સ્ટિક બાળકો તથા મોટા લોકોને ઘણી જ પસંદ આવે છે. ચા, કોફી સાથે કે પછી ઓફિસમાં ભૂખ લાગે ત્યારે સોયાબીન સ્ટિક ખાઈ શકાય છે. બહાર મોંઘી મળતી સોયાબીન સ્ટિક ઘરે બનાવવી એકદમ સરળ છે. તો આજે આપણે બનાવતા શીખીશું સોયાબીન સ્ટિક.

સામ્રગીઃ
1 કપ સોયાબીનનો લોટ
1 કપ બેસ
તેલ
1 નાની ચમચી લાલ મરચું
1/2 નાની ચમચી હળદર
1/2 જીરું (પીસેલું)
1/2 મરી પાવડર
1/2 અજમો
1 ચમચી ધાણાજીરું
મીઠું
1/3 ચમચી બેકિંગ સોડા

રીતઃ
1. કથરોટમાં સોયાબીન, બેસન નાખીને તેમાં મરચું, કાળા મરી, હળદર, અજમો, ધાણાજીરું, જીરું તથા મીઠું નાખો. આ સાથે જ તેમાં બેકિંગ સોડા તથા ચાર ચમચી તેલ નાખો. તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો.
2. હવે થોડું થોડું પાણી નાખીને રોટલી જેવો નરમ લોટ બાંધો.
3. લોટને 15-20 મિનિટ ઢાંકીને એક બાજુ મૂકી રાખો.
4. 15-20 મિનિટ બાદ લોટ પર સહેજ તેલ લગાવીને મસળી લો.
5. કઢાઈમાં તેલ મધ્યમ આંચ પર ગરમ થવા મૂકો.
6. સંચો લઈને તેમાં સ્ટારવાળી જાળી લગાવો અને હાથમાં થોડું તેલ લગાવીને થોડો લોટ લઈને સંચામાં નાખો.
7. એક થાળીમાં સહેજ તેલ લગાવીને તેમાં સંચાથી સોયા સ્ટિક્સ પાડો.
8. તેલ ગરમ થાય એટલે એક-એક કરીને સોયા સ્ટિક્સ નાખો. મધ્યમ આંચ પર સ્ટિક્સ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો.
9. તૈયાર છે ક્રંચી ટેસ્ટી સોયાબીન સ્ટિક્સ. તમામ સ્ટિક્સ તળાઈ જાય એટલે તેને ઠંડી થવા મૂકી રાખો.
10. ઠંડી થઈ જાય એટલે એર ટાઈટ કન્ટેનરમાં ભરી દો. આ સ્ટિક્સ 2-3 મહિના સુધી ચાલશે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #MindBlown Embark into this cosmic journey of knowledge and let your thoughts soar! ? Don’t just enjoy, savor the thrill! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page