Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightવલસાડ: કપરાડામાં સીઝનનો વરસાદ ફક્ત બે મહિનામાં ખાબક્યો, આંકડો જાણીને ચોંકી જશો

વલસાડ: કપરાડામાં સીઝનનો વરસાદ ફક્ત બે મહિનામાં ખાબક્યો, આંકડો જાણીને ચોંકી જશો

વલસાડ: વલસાડ જિલ્લામાં થોડા દિવસોથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. ત્યારે સિઝનનો કુલ વરસાદ સૌથી વધારે કપરાડા તાલુકામાં 111.08 ઈંચ નોંધાયો છે. ત્યાર બાદ વાપીમાં 92.56 ઈંચ વરસાદ સીઝનનો વરસાદ પડી ગયો છે. આ વર્ષે સૌથી ઓછો વરસાદ ઉમરગામ તાલુકામાં 64.52 ઈંચ નોંધાયો છે. જ્યારે કપરાડામાં ગત વર્ષ કરતા વધુ વરસાદ ખાબક્યો છે.

કપરાડા: વલસાડ જિલ્લામાં આ વર્ષે એક મહિનામાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે. જુલાઈના બીજા અઠવાડિયાથી ઓગષ્ટની શરૂઆત સુધી મેઘો મન મુકીને વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે નદીઓ પણ ગાંડીતૂર બની હતી. કપરાડામાં અત્યાર સુધીમાં 111 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. વરસાદની સિઝન હજુ બાકી છે.

વાપી: આ વર્ષે વાપીમાં 92.56 ઈંચ વરસાદ પડ્યો છે. સદી માટે 8 ઈંચ જ વરસાદ બાકી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે સીઝનનો 79.44 ઈંચ વરસાદ નોંધાયો હતો. જે આ વર્ષે સીઝનના વરસાદથી પણ વધુ બે મહિનામાં પડી ચૂક્યો છે.

ધરમપુર: આ વર્ષે ધરમપુરમાં 85.04 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. ગત વર્ષે સીઝનનો 98.92 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 85 ઈંચ વરસાદ તો માત્ર બે મહિનામાં જ ખાબકી ગયો છે અને હજુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે.

પારડી: આ વર્ષે પારડીમાં 76.16 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે ગત વર્ષે સીઝનનો 81.36 ઈંચ વરસાદ નોંધાયો હતો.

વલસાડ: આ વર્ષે વલસાડમાં 65.60 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે સીઝનનો 88.8 ઈંચ વરસાદ પડ્યો હતો.

ઉમરગામ: આ વર્ષે સૌથી ઓછો વરસાદ ઉમરગામમાં 64.52 વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે સીઝનનો 90.72 ઈંચ વરસાદ પડ્યો હતો.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page