Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratઅમેરિકાની લાખોની નોકરી છોડી લાખોપતિ જૈનમ જૈને લીધી સ્વામિનારાયણન દીક્ષા

અમેરિકાની લાખોની નોકરી છોડી લાખોપતિ જૈનમ જૈને લીધી સ્વામિનારાયણન દીક્ષા

અમેરિકામાં રહેતાં જૈન પરિવારના એકના એક દીકરાએ સંયમ પથને પસંદ કરી દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષાનો કાર્યક્રમ વડોદરા પાસે ચાણસદ ગામે યોજાયો હતો. જૈનમ નામના 27 વર્ષીય યુવાને બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના હાથેથી દીક્ષા ગ્રહણ કરી હતી. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના 100થી વધુ યુવાનોએ દીક્ષા ગ્રહણ કરી હતી.

લાખોની નોકરી છોડી ગુજરાત આવી ગયો
મૂળ રાજસ્થાનના સિહોરી જિલ્લાના વતની અને અમેરિકામાં સેટલ થયેલા જૈનમ જૈને પોતાનું શરૂઆતનું શિક્ષણ ન્યૂયોર્કની હેરિક્સ હાઈસ્કૂલમાંથી લીધું હતું. ત્યાર પછી ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી કન્સ્ટ્રક્શન મેનજમેન્ટ અને આર્કિટેક્ટની ડિગ્રી મેળવી હતી. જૈનમ મૈનહેટનની એક મોટી કંપનીમાં નોકરી કરતો હતો, પણ 4 વર્ષ પહેલાં તેણે અચાનક આ નોકરી છોડી દીધી હતી અને તે અમેરિકાથી ગુજરાત આવી ગયો હતો.

સાળંગપુરમાં 4 વર્ષ સુધી શિક્ષા લીધી
જૈનમ જૈને ગુજરાત આવ્યા બાદ સાળંગપુરમાં 4 વર્ષ સુધી બીએપીએસ સ્વામીનારાયણ ગુરુકુળમાં શિક્ષણ ગ્રહણ કરી હતી. તેને આત્મ કલ્યાણ માટેની શિક્ષા મહંત સ્વામી મહારાજે આપી હતી. જૈનમ તબલાવાદક છે અને ડિઝાઈનિંગ અને લેખનના ફિલ્ડમાં તેને વિશેષ રસ છે.

પિતાએ કહ્યું- દીકરાને અમારો સપોર્ટ છે
જૈનમના પિતા પ્રીતમ જૈને હિન્દી અખબાર દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જૈનમના મનમાં હંમેશાથી દેશ અને સમાજ સેવાની ભાવના હતી. તે છેલ્લાં કેટલાક વર્ષોથી બીએપીએસ સંસ્થા સાથે જોડાયેલો હતો. મે પહેલા વિચાર્યું હતું કે તેના લગ્ન કરી દઈશ તો બે ઘર વસી જશે, પણ હવે જ્યારે જૈનમ ત્યાગની ભાવના સાથે સમાજ સેવા કરી રહ્યો છે ત્યારે અનેક ઘરોને તેનો ફાયદો મળશે. અમે લોકો તેને સપોર્ટ કરી રહ્યા છીએ.

પરિવાર 35 વર્ષ પહેલા યુએસ શિફ્ટ થયો હતો
પ્રીતમ જૈનેને કહ્યું હતું કે રાજસ્થાનના સિહોરી જિલ્લાનું પિંડવાડા અમારું મૂળ વતન છે. ત્યાંથી અમારો પરિવાર મુંબઈ ગયો અને વેપાર કરવા લાગ્યો હતો. ત્યાર પછી વર્ષ 1986માં અમે ન્યૂયોર્ક શિફ્ટ થયા હતા. જ્યાં ઈલેક્ટ્રોનિક્સ આઈટમનું હોલસેલ કામ શરૂ કર્યું હતું.

જૈનમ જૈનની બહેન યુએસ આર્મીમાં કેપ્ટન
જૈનમ જૈનનો પરિવાર આર્થિક રીતે સદ્ધર અને શિક્ષિત છે. જૈનમની બહેન ડૉ.શેનિકા જૈન અમેરિક આર્મીમાં કેપ્ટન પદ પર નિયુક્ત છે. હાલ તે અમેરિકન આર્મીની યુનિવર્સિટી હોસ્પિટલમાં કાર્યરત છે. ડૉ.શેનિકા જૈન ભારતીય મૂળની પહેલી મહિલા છે, જે અમેરિકન આર્મીમાં સર્જન તરીકે સેવા આપી રહી છે.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page