Friday, April 19, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં ક્યારથી શરૂ થશે વરસાદની ધમાકેદાર એન્ટ્રી? અંબાલાલ પટેલે શું કરી આગાહી

ગુજરાતમાં ક્યારથી શરૂ થશે વરસાદની ધમાકેદાર એન્ટ્રી? અંબાલાલ પટેલે શું કરી આગાહી

અમદાવાદ: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ત્યારે કેરળમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. જોકે વરસાદનું નામ લેતાં જ લોકો આગાહી કરવાનું શરૂ કરી દે છે. ખાનગી હવામાનની બાબતોના નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વખતે પણ ફરી વરસાદની આગાહી કરી છે.

વરસાદને લઈને આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 28 જૂનથી 3 જુલાઈ સુધીમાં વરસાદ પડી તેવી સંભાવના છે. ગુજરાતમાં આ વર્ષે 15 દિવસ મોડું ચોમાસું રહેશે. ગુજરાતમાં 15 જૂનથી ઝાપટાં પડવાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ, ડાંગમાં પડશે. વલસાડ, સાબરકાંઠા, સુરતમાં પણ વધારે વરસાદ પડશે. જ્યારે કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, જામનગરમાં ઓછો વરસાદ પડે તેવી શક્યતા છે. શરૂઆતમાં વંટોળ સાથે વરસાદ પડવાની સંભાવના છે. જોકે ગુજરાતમાં આ વર્ષે વરસાદ સારો રહેશે.

સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં પૂરની પણ સંભાવનાઓ છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પ્રમાણસર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે. સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં સારો અને કેટલાકમાં મધ્યમ વરસાદ થશે. કચ્છના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of excitement! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities Dive into this cosmic journey of knowledge and let your thoughts roam! ? Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page