Thursday, April 11, 2024
Google search engine
HomeNationalએક વીડિયોના કારણે રાનુ મંડલ રાતોરાત સ્ટાર બની ગઈ

એક વીડિયોના કારણે રાનુ મંડલ રાતોરાત સ્ટાર બની ગઈ

મુંબઈ: સોશિયલ મીડિયા થકી સામાન્ય વ્યક્તિની કેવી રીતે રાતોરાત સ્ટાર બની જાય છે તેની તાજું ઉદાહરણ જોવા મળ્યું છે તે છે રાનુ મંડલનું. પોતાના અવાજથી રાનૂએ ઈન્ટરનેટ યૂઝર્સને પોતાના ચાહકો બનાવી દીધા છે. આના કારણે તે ‘ઈન્ટરનેટ સ્ટાર’ બની ગઈ હતી. રાનુનું સોંગ બોલિવૂડના સ્ટાર્સ સુધી પહોંચી ગયું હતું. ત્યાર બાદ સિંગર હિમેશ રેશમિયાએ તેને પોતાની ફિલ્મમાં સોંગ ગાવાનો ચાન્સ આપ્યો છે.

મહત્વની વાત એ છે કે, હિમેશના પહેલાં એક વ્યક્તિ છે જેણે રાનુ માટે દેવદૂતનું કામ કર્યું હતું. આ વ્યક્તિએ રાનુનો વીડિયો બનાવ્યો જે વાયરલ થઈ ગયો છે. આવામાં આ વ્યક્તિ કોણ છે એ જાણીએ.

રાનૂ પશ્ચિમ બંગાળના રાનાઘાટ સ્ટેશન પર સોંગ ગાઈને ગુજારો કરતી હતી. તેને ઘણાંએ સોંગ સાંભળી પણ લોકો તેને અણદેખી કરી દેતાં હતાં. રાનૂ જૂના ગીતો જ ગાતી હતી. વાયરલ વીડિયોમાં તે લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કા નગમા’ ગીત ગાઈ રહી છે.

એક દિવસ રાનૂ ગીત ગાઈ રહી હતી ત્યારે એતીન્દ્ર ચક્રવર્તી સ્ટેશન પર હતો અને તેણે તેનો વીડિયો બનાવ્યો હતો. એતીન્દ્રે આ વીડિયો પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો હતો. ત્યાર બાદ આ વીડિયોએ દેશમાં ધૂમ મચાવી દીધી હતી. રાનૂ જ્યારે હિમેશ સાથે સોંગ રેકોર્ડ કરી રહી હતી ત્યારે એતીન્દ્ર પણ સ્ટુડિયોમાં જોવા મળ્યો હતો.


એતીન્દ્રને પોતે પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે, એક વીડિયોએ કેવી રીતે એક મહિલાની જિંદગી બદલી નાખી. રાનૂને તક આપવા માટે એતીન્દ્રે હિમેશનો આભાર માન્યો હતો. વીડિયો બાદ રાનૂ સતત રાનૂના સંપર્કમાં છે. એતીન્દ્ર પ્રોફેશનથી એન્જિનિયર છે અને રાનાઘાટ જ રહે છે.

હિમેશની આગામી ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’ છે. આમાં રાનૂ મંડલે ‘તેરી મેરી કહાની’ નામનું એક ગીત ગાયું છે. હિમેશે એક વીડિયો શેર કર્યો જેમાં રાનૂ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરી રહી છે. તેની પાસે હિમેશ ઊભો છે અને તેને ગાઈડ કરી રહ્યો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! ? ? into this exciting adventure of knowledge and let your mind roam! ✨ Don’t just read, savor the excitement! ? Your mind will thank you for this thrilling joyride through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page