Wednesday, April 17, 2024
Google search engine
HomeNationalઆ વખતે ભાઈ-બહેનનો તહેવાર બની રહેશે ખાસ, 474 વર્ષો બાદ બનશે ખાસ...

આ વખતે ભાઈ-બહેનનો તહેવાર બની રહેશે ખાસ, 474 વર્ષો બાદ બનશે ખાસ યોગ

અમદાવાદઃ રવિવાર, 22 ઓગસ્ટના રોજ રક્ષાબંધન સેલિબ્રેટ કરવામાં આવશે. જોકે, આ વખતે શ્રાવણની પૂનમ પર ધનિષ્ઠા નક્ષત્રની સાથે ઉજવવામાં આવશે. શોભન યોગ પણ આ તહેવારમાં ખાસ બની રહ્યો છે. જ્યોતિષાચાર્યોના મતે, રક્ષાબંધન પર વર્ષો પછી મહાસંયોગ બની રહ્યાં છે.

જ્યોતિષીઓએ કહ્યું હતું કે રક્ષાબંધનનો તહેવાર રાજયોગમાં આવશે. રક્ષાબંધનના દિવસે આ વખતે ભદ્રા યોગ પણ નથી. આથી જ આખો દિવસ બહેન ભાઈને રાખડી બાંધી શકશે. આ દરમિયાન કુંભ રાશિમાં ગુરુની ચાલ વક્રી રહેશે અને આ સાથે જ ચંદ્રમા પણ છે.

ગુરુ તથા ચંદ્રમાની આ યુતિથી ગજકેસરી યોગ બની રહ્યો છે. ગજકેસરી યોગને કારણે વ્યક્તિની મહત્વકાંક્ષા પૂરી થશે. ધન સંપત્તિ, મકાન, વાહન જેવી સુખોની પ્રાપ્તિ થશે. ગજકેસરી યોગથી રાજવી સુખી તથા સમાજમાં માન-સન્માન મળે છે.

ગજકેસરી યોગથી આ જાતકોને ફાયદો નહીંઃ કુંડળીમાં ચંદ્ર તથા ગુરુ કેન્દ્રમાં એકબીજાની સામ-સામે હોય તો ગજકેસરી યોગ બને છે. આ યોગ જાતકોને ભાગ્યશાળી બનાવે છે. જોકે, કુંડળીમાં ગુરુ અથવા ચંદ્ર નબળો હોય તો આ યોગનો લાભ મળતો નથી.

આ ઉપરાંત રક્ષાબંધન પર સિંહ રાશિમાં સૂર્ય, મંગળ તથા બુધ ગ્રહ એક સાથે બિરાજમાન થશે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિમાં મિત્ર મંગળ ગ્રહ પણ છે. જ્યારે શુક્ર કન્યા રાશિમાં હશે અને ગ્રહોનો આ યોગ શુભ તથા ફળદાયી છે.

જ્યોતિષીઓના મતે, રક્ષાબંધન પર ગ્રહોનો આવો દુર્લભ સંગોય 474 વર્ષ બાદ બની રહ્યો છે. આ પહેલાં 11 ઓગસ્ટ, 1547ના રોજ ગ્રહોની આવી જ સ્થિતિ હતી. જ્યારે ધનિષ્ઠા નક્ષત્રમાં રક્ષાબંધન સેલિબ્રેટ કરવામાં આવ્યું હતું અને સૂર્ય-મંગળ-બુધ એક સાથે આ સ્થિતિમાં આવ્યા હતા.

તે સમયે શુક્ર બુધની સ્વામિત્વવાળી રાશિ મિથુનમાં હતો. જ્યારે આ વર્ષે શુક્ર બુધની સ્વામિત્વવાળી રાશિ કન્યામાં રહેશે. રક્ષાબંધન પર આ સંયોગ ભાઈ-બહેન માટે અત્યંત લાભકારી તથા કલ્યાણકારી હશે. ખરીદી માટે રાજયોગ પણ શુભ માનવામાં આવે છે.

રાખડી બાંધવાનું મુહૂર્તઃ રક્ષબંધન પર રાખડી બાંધવ માટે 12 કલાક 13 મિનિટનો શુભ સમય છે. તમે સવારના 5.50થી લઈ સાંજના 6.03 સુધી ગમે ત્યારે રાખડી બાંધી શકો છો. તો ભદ્રા કાળ 23 ઓગસ્ટે સવારે 5 વાગીને 34 મિનિટથી 6 વાગીને 12 વાગ્યા સુધી રહેશે.

આ દિવસ શોભાન યોગ સવારે 10 વાગીને 34 મિનિટ સુધી રહેશે. ધનિષ્ઠા નક્ષત્ર સાંજે 7 વાગીને 40 મિનિટ સુધી રહેશે. કહેવાય છે કે ધનિષ્ઠા નક્ષત્રમાં જન્મતા ભાઈ-બહેનના સંબંધો ખાસ હોય છે અને આથી જ આ નક્ષત્રમાં રક્ષાબંધન મનાવવું સ્પેશિયલ છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! ? Embark into this thrilling experience of discovery and let your mind fly! ✨ Don’t just read, immerse yourself in the thrill! ? ? will be grateful for this thrilling joyride through the realms of discovery! ?

  2. I engaged in this online casino platform and secured a significant cash prize. However, afterward, my mom fell seriously ill, and I had to cash out some earnings from my balance. Regrettably, I experienced issues and couldn’t complete the withdrawal. Tragically, my mother passed on due to the online casino. I strongly appeal for your help in reporting this website. Please help me out in seeking justice, so that others won’t have to the pain and suffering I’m going through today, and prevent them from undergoing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page