Friday, April 19, 2024
Google search engine
HomeFeature Rightબે વર્ષ પહેલાં 2 છોકરાઓએ કર્યાં લગ્ન, 10-10 સર્જરી બાદ આરવ હવે...

બે વર્ષ પહેલાં 2 છોકરાઓએ કર્યાં લગ્ન, 10-10 સર્જરી બાદ આરવ હવે બન્યો આયેશા પટેલ

ગુજરાતના સુરત શહેરમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં પુરૂષના રૂપમાં જન્મેલ એક વ્યક્તિએ પોતાના શરીરની 10 સર્જરી કરાવી અને મહિલાનું રૂપ લીધું. સુરતનો આ વ્યક્તિ ફક્ત પુરૂષમાંથી મહિલા બની એટલું જ નહીં પરંતુ તેણે એક યુવક સાથે લગ્ન કરીને નવા જીવનની શરૂઆત પણ કરી છે.

સુરતનો રહેવાસી આરવ પટેલ હવે મહિલા આયશે પટેલ બની ગઈ છે. આરવ પટેલથી આયશા બનવા માટે બે વર્ષમાં અલગ-અલગ 10 સર્જરી કરાવવી પડી હતી અને 20 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો છે. પુરૂષ આરવ પટેલને મહિનામાં પરિવર્તિત કરવા માટે ટોપ ટૂ બોટમ સર્જરી સુરતની એક હોસ્પિટલમાં કરવામાં આવી હતી જે સુરતના ઈતિહાસમાં પહેલીવાર થયું છે.

મુંબઈમાં જન્મેલ આરવ પટેલ જ્યારે 6 વર્ષનો હતો ત્યારે તેને છોકરીઓ જેવો પહેરવેશ અને રમકડાં પસંદ આવતાં હતાં. ધીરે-ધીરે આરવ પટેલ મોટો થઈ ગયો તો તેણે પરિવારના સભ્યોએ જબરદસ્તી તેના લગ્ન એક યુવતી સાથે કરાવી દીધાં પરંતુ લગ્ન બાદ આરવે પોતાની હકીકત તેની પત્નીને કહી હતી. ત્યાર બાદ આરવ પટેલ અને તેની પત્નીના ડિવોર્સ થઈ ગયા હતાં.

ત્યાર બાદ ફેસબુકના માધ્યમથી મુંબઈનો રહેવાસી આરવ પટેલની મુલાકાત સુરતના રહેવાસી રોહન પટેલ સાથે થઈ હતી. બન્નેની વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. રોહન પટેલ અને આરવ પટેલે લગ્ન કરી લીધાં હતાં ત્યાર બાદ બન્નેની વચ્ચે સર્જરી કરાવીને મહિલા બનવાની સહમતિ બની ગઈ હતી. સુરતની એક હોસ્પિટલમાં માથાના વાળથી લઈ પગના નખ સુધી છેલ્લા બે વર્ષની અંદર સર્જરી કરાવીને 25 દિવસ પહેલા જ પુરૂષમાંથી મહિલા બની ગઈ હતી.

પુરૂષ આરવ પટેલમાંથી મહિલા બનેલ આયશા પટેલે જણાવ્યું હતું કે, હું 6 વર્ષની હતી ત્યારથી મારી અંદરની સ્ત્રીને બહાર લાવવાનો વિચાર આવતો હતો. મને છોકરીઓના કપડાં પહેરવાના અને ડોલની સાથે રમવાનું પસંદ આવતું હતું. મતલબ મનને પહેલેથી ખબર જ હતી કે મારી અંદર એક સ્ત્રી છે. હું જ્યારે ડોક્ટર આશુતોષને મળી ત્યારથી મને તેમણે કહ્યું હતું કે, આ રીતે સર્જરી અહીં પણ સંભવ છે. ત્યારે મે મારાં પતિને વાત કરી હતી કે અહીં પણ સર્જરી થઈ શકે છે. ત્યારે અમે નિર્ણય કર્યો કે હવે મારે પોતાની બોડી ચેન્જ કરાવવી છે. પતિ તરફથી મને પૂરો સપોર્ટ મળ્યો હતો અને ઓપરેશનના સમયે મને ડર લાગ્યો ન હતો. મગજમાં નક્કી જ કર્યું હતું કે, મારે સર્જરી કરવાની જ છે. મને બહુ જ ખુશી થઈ કે, મેં જે સપનું જોયું હતું તે પુરું થઈ ગયું અને હું એકદમ સેટલ લાઈફ જીવી રહી છું. હું મારા પતિની સાથે બહુ જ ખુશ છું.

આયશા સાથે લગ્ન કરનાર રોહન પટેલે જણાવ્યું હતું કે, ફેસબુકના માધ્યમથી અમારો સંપર્ક થયો હતો. તેને મેંટલી તૈયાર કરવા માટે બહુ જ કોશિશ કરી હતી. મેં તેને સમજાવ્યો કે તારી અંદર જે ફીલિંગ્સ છે તે બહાર લાવવાની કોશીશ કર. જે ડ્રીમ છે, જે વીશ છે તેને પુરા કર. તેનું માઈન્ડ સેટ કર્યું. બહુ બધાં ચેલેન્જ આવ્યા હતાં જે દૂર કર્યાં. એક-બીજાની વચ્ચે મ્યુચ્યુઅલ અંડરસ્ટેડિંગ પણ રહી. આગળ જે પણ ભવિષ્ય હોય, તેમાં ઉપરવાળો સાથ આપશે. એક જ વીશ હતી કે, એકસાથે જીવો અને એકસાથે મરો.

સુરતના પ્લાસ્ટિક સર્જન આશુતોષ શાહે જણાવ્યું હતું કે, સુરતના મેડિકલ ઈતિહાસમાં પહેલીવાર એક પુરૂષમાંથી એક સ્ત્રીનું સમ્પૂર્ણ ટ્રાન્સફોર્મેશન કરવામાં આવ્યું છે. સુરતના ત્રણ ડોક્ટરની એક પેનલમાં સ્લાસ્ટિક સર્જન આશુતોષ શાહ, રિકંસ્ટ્રિક્ટિવ યુરોલોજીસ્ટ ડોક્ટર ઋષિ ગ્રોવર અને જીઆઈ સર્જરી ડોક્ટર ધવલ માંગુકિયાએ આરવ પટેલને આયશા પટેલ બનાવવમાં સફળતાં હાંસિલ કરી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Dive into this cosmic journey of imagination and let your mind roam! ✨ Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page