Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodસિદ્ધાર્થ શુક્લા કેમ અચાનક ઢળી પડ્યો? તેના ફ્લેટમાં કોણ કોણ હાજર હતું?

સિદ્ધાર્થ શુક્લા કેમ અચાનક ઢળી પડ્યો? તેના ફ્લેટમાં કોણ કોણ હાજર હતું?

લાખો ફેન્સના દીલમાં રાજ કરનાર ટીવી એક્ટર સિદ્ધાર્થ હવે આપણી વચ્ચે નથી રહ્યો. સિદ્ધાર્થ શુકલાનું આજે વહેલી સવારે હાર્ટ-અટેકથી નિધન થયું હતું. સિદ્ધાર્થના અચાનક નિધનથી ચાહકો અને સેલેબ્સને મોટો આઘાત લાગ્યો છે. બધા લોકો એ જાણવા માંગે છે એવું તો અચાનક શું થયું કે સિદ્ધાર્થ આ દુનિયા છોડીને જતો રહ્યો. આગલી રાત્રે અચાનક શું બન્યું હતું એ બધા લોકો જાણવા માંગે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સિદ્ધાર્થ શુકલાએ એક્ટ્રેસ શહનાઝ ગીલના ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા. તે આગલી રાત્રે સિદ્ધાર્થ શુકલાના ઘરે તેની સાથે હાજર હતી. શહનાઝ ગીલના પિતાએ સંતોખ સિંહ સુખે કહ્યું હતું, ‘દીકરીના રડી રડીને હાલ બેહાલ છે. તેણે કહ્યું હતું કે પપ્પા તેણે મારા ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા. હવે હું કેવી રીતે જીવીશ? મારા ખોળામાં તે દુનિયા છોડીને જતો રહ્યો.’ ઉલ્લેખનીય છે કે ‘બિગ બોસ 13’માં સિદ્ધાર્થ તથા શહનાઝ સાથે હતા અને અહીંથી જ બંને વચ્ચે અફેર હોવાની વાત શરૂ થઈ હતી. શો પૂરો થયા બાદ પણ શહનાઝ તથા સિદ્ધાર્થ અનેક જગ્યાએ સાથે જોવા મળતા હતા. જોકે, બંનેમાંથી કોઈએ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો.

આગલા દિવસે અને રાત્રે સિદ્ધાર્થે શું કર્યું?
સિદ્ધાર્થ શુક્લા કોઈ પ્રોજેક્ટના કામ અર્થે પહેલી સપ્ટેમ્બરની બપોરે મીટિંગમાં ગયો હતો. બાદમાં તે રાત્રે સાડા આઠ વાગે ઘરે આવ્યો હતો. ત્યાર બાદ સાડા દસ સુધી જોગિંગ માટે બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં હતો. આ સમયે તેની માતા પણ જોડે હતી. સાડા દસ વાગે તે ઘરે પરત ફર્યો હતો.

સિદ્ધાર્થ શુક્લા રાત્રે થોડું જમીને સૂવા જતો રહ્યો હતો. આ દરમિયાન તેને બેચેની થતી હતી, પરંતુ માતા રીટા શુક્લાએ જ્યૂસ તથા પાણી આપીને સૂવાનું કહ્યું હતું. વહેલી સવારે પાંચ વાગે રીટા શુક્લાએ બંને દીકરીઓને બોલાવી હતી. બંને દીકરીઓ આ જ બિલ્ડિંગની બી વિંગમાં રહે છે.

દીકરીઓ આવ્યા બાદ તેમણે ભાઈને જોયો અને ડોક્ટરને બોલાવ્યા હતા. સવારે સાતથી આઠ વાગ્યાની વચ્ચે ફેમિલી ડૉક્ટર ઘરે આવ્યા હતા અને કૂપર હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી.સાડા આઠ વાગે એમ્બ્યુલન્સ આવી હતી. પરિવાર સિદ્ધાર્થને લઈ કૂપર હોસ્પિટલ ગયો હતો. 9 વાગીને 25 મિનિટ પર પરિવાર સિદ્ધાર્થને હોસ્પિટલ લઈને આવ્યો હતો. જ્યાં સાડા દસ વાગે સિદ્ધાર્થને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

સૂત્રોના મતે, સિદ્ધાર્થ શુક્લા મુંબઈના અંધેરી વેસ્ટમાં કાસુરિનાના ફ્લેટ નંબર 1204 Aમાં રહેતો હતો. ઘરમાં સિદ્ધાર્થની માતા રીટા શુક્લા તથા મહિલા મિત્ર તથા એક્ટ્રેસ શહનાઝ ગીલ હાજર હતા. ફેમિલી ડૉક્ટરે સિદ્ધાર્થને વધુ વર્કઆઉટ કરવાની ના પાડી હતી. જોકે, સિદ્ધાર્થે ડૉક્ટરની વાત માન્યા વગર રોજ 3-4 કલાક વર્કઆઉટ કરતો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિદ્ધાર્થે રાત્રે (બુધવાર, 1 સપ્ટેમ્બર) કેટલીક દવાઓ લીધી હતી, પરંતુ ત્યાર બાદ તે ઊઠ્યો નહીં. સિદ્ધાર્થને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં ત તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. હોસ્પિટલે પછી પુષ્ટિ કરી હતી કે સિદ્ધાર્થનું મોત હાર્ટ-અટેકને કારણે થયું છે.

સિદ્ધાર્થ શુક્લાએ બુધવાર (પહેલી સપ્ટેમ્બર) રાત્રે ટીવી એક્ટર કરન કુંદ્રા સાથે વાત કરી હતી. કરન કુંદ્રાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘શોકિંગ, હજી ગઈ કાલ રાત્રે અમે ફોન પર વાત કરી હતી. અમે વાત કરી હતી કે લાઇફમાં બધું જ કેટલું સારું છે. વિશ્વાસ નથી થતો. યાર તું આટલો જલ્દી જતો રહ્યો. રેસ્ટ ઇન પીસ. તારો હસતો ચહેરો યાદ કરીશ. હું ઘણો જ દુઃખી છું.’

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits Embark into this thrilling experience of imagination and let your thoughts soar! ? Don’t just explore, immerse yourself in the thrill! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the dimensions of discovery! ?

  2. I engaged in this online casino platform and secured a significant cash prize. However, eventually, my mom fell became very sick, and I needed take out some money from my balance. Regrettably, I experienced problems and was unable to finalize the cashout. Tragically, my mother passed on due to this online casino. I strongly appeal for your assistance in reporting this website. Please aid me in seeking justice, so that others do not have to the hardship I’m going through today, and stop them from going through the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page