Wednesday, April 17, 2024
Google search engine
HomeBollywoodડૉ.હાથી ને અબ્દુલ ગુજરાતમાં ડર માર્યા સમસમી ગયા હતા, કારનો પીછો કરતા...

ડૉ.હાથી ને અબ્દુલ ગુજરાતમાં ડર માર્યા સમસમી ગયા હતા, કારનો પીછો કરતા હતા આ લોકો

તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ દર્શકોને ખૂબ જ ફૅમશ છે. આ સિરિયલના દરેક કલાકારોએ તેમની એક્ટિંગથી અલગ લોકપ્રિયતા હાંસલ કરી છે સાથે જ લોકોનું દિલ પણ જીતી લીધું છે. તારક મહેતા કા ઉલટા ચશ્માની કાસ્ટ જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમની સાથે ફોટો ક્લિક કરાવવા માટે ભેગા થઈ જાય છે. આવું જ સિરિયલના ડૉક્ટર હાથી એટલે કે નિર્મલ સોની અને અબ્દુલ એટલે કે શરદ સંકલા સાથે થયું હતું. નિર્મલે એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે, એક ઇવેન્ટમાંથી પાછા આવતી વખતે 15થી 20 બાઇકર્સ તેમની પાછળ પડી ગયાં હતાં. જે તેમના ફેન્સ હતાં.

એક ઇન્ટરવ્યૂમાં નિર્મલ સોનીએ ફેન્સની ક્રેઝી મૂવમેન્ટને યાદ કરતાં કહ્યું કે, ” આમ તો ઘણાં ક્રીઝે ફેન્સ મોમેન્ટ અમારી સાથે થયાં છે, પણ એકવાર એવું થયું હતું કે, જે ક્યારેય ભૂલી શકાશે નહીં. એકવાર હું અને અબ્દુલભાઈ એટલે કે શરદ સંકલા ગુજરાતમાં એક ઇવેન્ટમાં સામેલ થવાં માટે ગયાં હતાં. ”

નિર્મલ સોનીએ આ અંગે વાત કરતાં વધુમાં કહ્યું કે, ” તે લોકો મોટી સંખ્યામાં અમને મળવા માટે આવ્યા હતાં. જેવી ઇવેન્ટ પુરી થઈ અમે ત્યાંથી બહાર નીકળ્યા અને પોતાની કારમાં બેસીને ત્યાંથી જતાં રહ્યા હતાં. પણ આ દરમિયાન અમે જોયું કે, 15થી 20 બાઇકચાલકો અમારો પીછો કરી રહ્યા હતાં. ”

નિર્મલ સોનીએ તે ઘટનાને યાદ કરતાં આગળ કહ્યું કે, ” તેમણે અમારો પીછો લગભગ 10 કિલોમીટર સુધી કર્યો અને આ વાતથી ડરી ગયાં હતાં કે, પીછો કરવાના ચક્કરમાં તેમને કોઈ ઈજા ના થઈ જાય. એવામાં મેં ડ્રાઇવરને કાર રોકવા કહ્યું અને અમે કારની નીચે ઉતર્યાં હતાં. ”

નિર્મલ સોનીએ તે કિસ્સાને યાદ કરતાં વધુમાં કહ્યું કે, ” અમે તેમની સાથે ફોટો ક્લિક કરાવ્યો, તેમને ઓટોગ્રાફ આપ્યો અને તેમને કહ્યું કે, હવે અમારો પીછો ના કરે. આ પછી તે લોકો પણ પોતાના રસ્તે પાછા જતાં રહ્યા હતાં. આ ક્ષણ ક્યારેય ના ભૂલી શકાય તેવો છે. ”

નિર્મલ સોનીએ પોતાના રોલ અંગે વાત કરતાં કહ્યું કે, ” માત્ર એટલે કે મારા કેરેક્ટરને ખાવાનું પસંદ છે, એટલે હું જ્યાં પણ જવ છું સૌથી પહેલાં મને લોકો ખાવાનું પૂછે છે અથવા ઓફર કરે છે. હું ફૂડી છું, પણ પોતાના કેરેક્ટર જેટલો નહીં. એકવાર મારા ફ્રેન્ડને રાતમાં ડૉક્ટરની જરૂર પડી તો તેણે મને ફોન કર્યો હતો. કેમ કે, તેને મારો નંબર ડૉક્ટર હાથીના નામથી સેવ કર્યો હતો. ”

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits Dive into this exciting adventure of imagination and let your imagination soar! ? Don’t just read, immerse yourself in the thrill! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page