Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature RightVideo: ઝાડ પર ચઢવા માટે કર્ણાટકના એક ખેડૂતે બનાવ્યું આ મશીન

Video: ઝાડ પર ચઢવા માટે કર્ણાટકના એક ખેડૂતે બનાવ્યું આ મશીન

ઊંચા ઝાડ પર ચઢવા લોકોને દોરડાંનો ઉપયોગ કરવો પડે છે. દોરડાંથી ઉપર ચઢે તે જોખમ રહે છે પરંતુ હવે આ ખતરો ઘટાડી શકાય છે. કારણ કે કર્ણાટકના એક ખેડૂતે એવું મશીન તૈયાર કર્યું છે જેનાથી સરળતાથી વૃક્ષો પર ચઢી શકાય છે. આ મશીન કોઈ પણ ઊંચા વૃક્ષ પર ચડવા માટે મદદરૂપ થાય છે.

કર્ણાટકના મેંગલોરમાં Szimamuda ગામમાં રહેતા એક ખેડૂત ગણપતિ ભટ્ટે એવું મશીન બનાવ્યું છે કે, જેનાથી કોઈપણ વ્યક્તિ સરળતાથી ઉંચા ઝાડ પર ચઢી શકે છે. ઊંચા ઝાડ પર ચઢવા માટે એક એવું મશીન તૈયાર કરવામાં આવ્યું છે કે, જે બરાબર ખુરશી જેવું છે. મશીન ઝાડના થડમાં ફીટ કરીને તેને ચાલુ કરી સેકન્ડમાં જ ઝાડની ઉંચાઈ સુધી પહોંચી શકાય છે.

ખેડૂત ગણપતિ ભટ્ટે જણાવ્યું હતું કે, આ અત્યંત સરળ અને ઉપયોગી શોધ છે. આ મશીનની મદદથી 60થી 80 કિલોગ્રામનો કોઈપણ વ્યક્તિ તેના પર બેસીને સળતાથી વૃક્ષની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. સૌથી મોટી વાત એ છે કે, આ મશીન પેટ્રોલથી ચાલે છે. આ મશીનમાં સલામતી અને સુરક્ષાની વિશેષ કાળજી લેવામાં આવી છે.

આ ફોટોમાં ઝાડ સાથે બાંધેલા આ બાઈક મશીન પર ઉભા રહીને વ્યક્તિને ઉંચાઈ પર ચઢતાં જોવા મળી રહ્યાં છે. નાળિયેરનાં વૃક્ષ 100-100 ફીટ ઉંચા હોય છે. આ સમય દરમિયાન ખેડૂતોને વૃક્ષ પર ચઢી જવા માટે અનેક પ્રયત્નો કરવા પડે છે.

જ્યારે ખેડૂતોને આ વૃક્ષો પર રસાયણો છાંટવાનું હોય છે ત્યારે વૃક્ષની ઊંચાઈ સુધી પહોંચવા દોરડાંનો ઉપયોગ કરવો પડે છે જે ખૂબ જોખમી પુરવાર થાય છે. જેના કારણે બાઈક મશીન આવા મુશ્કેલ કાર્યોને સરળ બનાવવા માટે ખૂબ જ અસરકારક છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #AdventureAwaits Embark into this exciting adventure of imagination and let your mind soar! ? Don’t just read, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page