Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightસાસુમાને થયો કોરોના, રૂમમાં અલગ રાખ્યા તો વિફર્યા ને વહુને પણ આ...

સાસુમાને થયો કોરોના, રૂમમાં અલગ રાખ્યા તો વિફર્યા ને વહુને પણ આ રીતે લગાડ્યો ચેપ

દેશના ઘણાં પરિવારોમાં સાસુ-વહુના ઝઘડાના કિસ્સા જોવા મળે છે. ઘણીવાર તેમની વચ્ચે થતાં ઝઘડા સામાન્ય હોય છે. સાસુ વહુની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેને સાંભળીને દરેક લોકો હેરાન રહી ગયા છે. અહીં એક મહિલા કોરોના સંક્રમિત થઈ ગઈ હતી. તેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી હતી ત્યારે તે પોતાની વહુને ટોણા મારતી હતી. આટલાથી તેમનું મન ભરાયું નહીં અને પોતાની વહુને જબરદસ્તી ભેટી લીધી અને તેને પણ કોરોના સંક્રમિત કરી દીધી હતી.

આ છે સમગ્ર ઘટના
મળતી માહિતી મુજબ, આ ઘટના તેલંગાણાના સોમરીપેટા ગામની છે. અહીં એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ઘરે આઇસોલેટ થઈ હતી. કોરોના થવાના ડરથી પરિવારના લોકોએ તેમને મળવાનું બંધ કરી દીધું હતું. જોકે, આ વાતથી તે મહિલા ભડકી ગઈ અને પોતાના પરિવારના લોકોથી નારાજ થઈ ગઈ હતી.

પહેલાં ટોણા માર્યા, પછી વહુને સંક્રમિત કરી
કહેવામાં આવી રહ્યું છે કે, હોમ આઇસોલેશનમાં તે મહિલા ચિડાઇ ગઈ હતી. તે પોતાના પરિવારના લોકોને ટોણા મારતી હતી. તે પોતાની વહુને કહેતી હતી કે મારા મર્યા પછી તું સુખી રહેવા માગે છે. આ કારણે મને રૂમમાં બંધ કરીને રાખી દીધી છે. આ પછી તે મહિલાની નારાજગી પુરી થઈ નહીં. તેણે પોતાની વહુને જબરદસ્તી ભેટી લીધી હતી. જેને લીધે તે કોરોના સંક્રમિત થઈ ગઈ હતી.

વહુ સંક્રમિત થતાં ઘરમાંથી કાઢી મૂકી
માહિતી મુજબ, જ્યારે વહુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે પછી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ પછી તેની બહેન તેને રાજન્ના સિરસિલા જિલ્લાના થિમ્માપુર ગામમાં પોતાના ઘરે લઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ વહુએ જણાવ્યું કે, તેની સાસુ સૌથી વધારે તે વાતને લીધે હેરાન હતી કે કોરોના સંક્રમિત થયાં પછી પરિવારના સભ્યોએ તેનાથી દૂરી બનાવી લીધી હતી.

વહુએ આ વાત જણાવી
પીડિત વહુએ સ્વાસ્થ્ય અધિકારીઓને જણાવ્યું કે, કોરોના સંક્રમિત થયાં પછી સાસુને પરિવારથી અલગ રાખી હતી. તેમને બધાથી અલગ જગ્યાએ ભોજન આપવામાં આવતું હતું. આ ઉપરાંત પૌત્ર-પૌત્રીઓને પણ તેમની પાસે જવા દેવામાં આવતાં નહોતા, જેને લીધે ખિજાઈ ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે, તેમની સારવાર ચાલી રહી છે. તે પોતાના બહેનના ઘરે હોમ આઇસોલેશનમાં છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! ? Dive into this exciting adventure of knowledge and let your thoughts soar! ? Don’t just read, experience the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

  2. I participated on this online casino site and won a significant sum of money, but eventually, my mom fell sick, and I wanted to withdraw some funds from my account. Unfortunately, I encountered problems and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to the gambling platform. I implore for your help in reporting this site. Please support me in seeking justice, so that others won’t face the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The captivating content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #InfinitePossibilities ? into this cosmic journey of discovery and let your thoughts fly! ? Don’t just explore, savor the thrill! ? Your mind will thank you for this thrilling joyride through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page