Thursday, April 11, 2024
Google search engine
HomeNationalક્લાર્કના ઘરમાં કરોડો રૂપિયા રોકડા ને સોનું-ચાંદી જોઈને CBIના અધિકારી પણ ચમક્યા

ક્લાર્કના ઘરમાં કરોડો રૂપિયા રોકડા ને સોનું-ચાંદી જોઈને CBIના અધિકારી પણ ચમક્યા

ભોપાલઃ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ ભોપાલમાં તાજેતરમાં જ દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ જ્યારે ભારતીય ખાદ્ય નિગમ (એફસીઆઈ)ના અધિકારી કિશોર મીણાના ઘરમાં દરોડા પાડ્યા ત્યારે કરોડો રૂપિયા, સોનું-ચાંદી, પૈસા ગણવાનું મશીન તથા કરોડોની સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા હતા.

સીબીઆઈને કિશોર મીણા પાસેથી એક ડાયરી પણ મળી છે. આ ડાયરીમાં મોટા મોટા અધિકારીઓના નામ છે. આ અધિકારીઓની મદદથી એફસીઆઈમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો અને તેના કરોડો રૂપિયા મળતા હતા. ઉલ્લેખનીય છે કે કિશોર મીણા એક સમયે એફસીઆઈની ઓફિસમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. જોકે, અધિકારીઓના ચારેય હાથ કિશોર પર હોવાથી તે ક્લાર્ક બન્યો અને પછી તે મોટા અધિકારીઓની સાથે મળીને ભ્રષ્ટાચાર કરીને કરોડપતિ બની ગયો.

ક્લાર્ક સુધી આ રીતે પહોંચી સીબીઆઈની ટીમઃ દિલ્હી સ્થિત સિક્યોરિટી કંપનીએ ફરિયાદ કરી હતી કે ભોપાલ સ્થિત એફસીઆઈ ઓફિસના એક અધિકારીએ તેમની પાસે સિક્યોરિટી સર્વિસનું બિલ પાસ કરાવવા માટે 10% લાંચ માગી છે. આ ફરિયાદને આધારે સીબીઆઈએ આખી યોજના ઘડી હતી. ત્યારબાદ સિક્યોરિટી કંપનીના અધિકારી લાંચ માટે એક લાખ રૂપિયા લઈને એફસીઆઈના સિક્યોરિટી મેનેજર તથા અકાઉન્ટ મેનેજરની પાસે જાય છે. જ્યારે બંને અધિકારીઓએ લાંચ લીધી એટલે સીબીઆઈની ટીમ ત્રાટકી હતી અને બંનેને પકડી લીધા હતા.

ડિવિઝન મેનેજરના ફોનથી રહસ્ય ખુલ્યું: સીબીઆઈની પૂછપરછમાં ડિવિઝન મેનેજરના નામનો ઘટસ્ફોટ થયો હતો. સીબીઆઈએ ફોન પર ડિવિઝન મેનેજર પાસેથી બાકીના 2 મેનેજરની પૈસાની લેવડ-દેવડ અંગે વાત કરાવી તો ડિવિઝન મેનેજરે લાંચની રકમ ક્લાર્ક કિશોર મીણાના ઘરે જ મૂકવાનું કહ્યું હતું. આ બાતમી મળ્યા બાદ સીબીઆઈની ટીમે કિશોર મીણના ઘર પર દરોડા પાડ્યા હતા અને આખી બાબત સામે આવી હતી.

દરોડામાં કરોડોની કાળી કમાણીઃ એફસીઆઈના ક્લાર્ક કિશોર મીણાના ઘરે રાત્રે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ફર્નીચરના કવરમાંથી એક તિજોરી મળી આવી હતી. આ તિજોરીમાં રોકડા 2.66 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. આ ઉપરાંત છ કિલો ચાંદી, 387 ગ્રામ સોનું, પૈસા ગણવાનું મશીન તથા કરોડોની સંપત્તિના દસ્તાવેજ, લેવડ-દેવડના હિસાબો તથા અનેક બેનામી સંપત્તિના કાગળિયા પણ મળ્યાં હતાં. આટલું જ નહીં કિશોરના બેંક અકાઉન્ટમાં પણ એક કરોડથી વધુની રકમ હોવાનું માનવામાં આવે છે. સીબીઆઈએ બેંક અકાઉન્ટ પણ સીઝ કર્યાં છે અને ટીમ અકાઉન્ટની માહિતી લઈ રહી છે.

કિશોર મોટા અધિકારીઓના રહસ્ય જાણે છેઃ આરોપી કિશોર મીણા પાસે એફસીઆઈના મોટા અધિકારીઓના રહસ્યો હોય તેમ માનવામાં આવે છે. તમામે એફસીઆઈમાં અનેક કૌભાંડ તથા ભ્રષ્ટાચાર કર્યો છે. એફસીઆઈના ત્રણ મેનેજર લાંચની તમામે તમામ રકમ કિશોરના ઘરમાં મૂકતા હતા. સીબીઆઈને આરોપી પાસેથી મધ્ય પ્રદેશના એક આઈએએસ અધિકારી સાથે જોડાયેલી લિંકના પ્રમાણ પણ મળ્યા છે. કિશોર અધિકારીઓના ઈશારે પોતાના ઘરમાં લાંચની રકમ મૂકતો હતો.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Dive into this cosmic journey of knowledge and let your mind roam! ? Don’t just enjoy, savor the thrill! ? Your mind will thank you for this exciting journey through the dimensions of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page