Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightવડોદરા: સ્કૂલના જ ટેરેસ પરથી 9માં ધોરણની વિદ્યાર્થીનીએ કૂદકો મારીને આપઘાતનો પ્રયાસ...

વડોદરા: સ્કૂલના જ ટેરેસ પરથી 9માં ધોરણની વિદ્યાર્થીનીએ કૂદકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો

વડોદરા: વડોદરાના દંતેશ્વરમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલયમાં હિન્દી માધ્યમની સ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સવારે સ્કૂલ રિસેશ દરમિયાન પોતાના ક્લાસ નજીકના ટેરેસ ઉપરથી ઝંપ લગાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીની ટેરેસ પરથી કૂદવાની સમગ્ર ઘટના સીસીસીવીમાં કેદ થઈ ગઈ હતી. ભાભીના ભાઈના પ્રેમમાં પડેલી વિદ્યાર્થિનીને ભાઈ-ભાભીએ ઠપકો આપતાં તેણીએ આ પગલું ભર્યું હોવાની જાણવા મળ્યું છે.

વડોદરાના ડભોઈ રોડ પર પરિવાર સાથે રહેતી વિદ્યાર્થીની દંતેશ્વર ગામમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ-9માં અભ્યાસ કરે છે. સવારની પાળીમાં હિન્દી માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને સ્કૂલની રિસેશ દરમિયાન સ્કૂલના ટેરેસ પર બનાવવામાં આવેલા પોતાના વર્ગની બાજુમાંથી ઝંપ લગાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઈજા પામેલી વિદ્યાર્થિનીને 108 એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

સ્કૂલની રિસેશ દરમિયાન વિદ્યાર્થિનીએ પડતું મુકતા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભેગા થઈ ગયા હતા. આ સાથે સ્કૂલની આસપાસમાં આવેલી સોસાયટીના રહીશો ભેગા થઈ ગયા હતા. આ દરમિયાન આ બનાવની જાણ વિદ્યાર્થિનીના માતા-પિતાને કરવામાં આવતા તરંત જ તેઓ સ્કૂલમાં દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of excitement! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #MindBlown ? into this cosmic journey of knowledge and let your thoughts fly! ? Don’t just read, savor the thrill! ? Your mind will thank you for this thrilling joyride through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page