જૂનાગઢ: પાણીમાં ડૂબી જવાથી કારમાં સવાર 4 યુવાનોનાં મોત, ગોધરાથી સૌરાષ્ટ્ર ફરવા આવ્યા હતાં

Featured Gujarat

જુનાગઢઃ પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામેથી સૌરાષ્ટ્રમાં ફરવા નીકળેલા જીગર પટેલ, મૌલિક પટેલ, પિનાકીન પટેલ અને મોહિત પટેલ નામના ચાર યુવાનોનો રવિવારે વહેલી સવારથી સંપર્ક તૂટી જતાં પોલીસ અને પરિવાર દ્વારા શોધખોળ શરી કરવામાં આવી હતી.

આ ચારેય યુવાનોના મોબાઈલનું લોકેશન છેલ્લે જૂનાગઢ પાસે મળી આવતાં અહીંના વિસ્તારમાં પોલીસે 10 ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી પરંતુ શોધખોળના અંતે જૂનાગઢથી મેંદરડા રોડ પર ખડપીપળી પાસેના વેકરા નામના વોકળામાં ડૂબી ગયેલી હાલતમાં એક કાર મળી આવી હતી અને ચારેય યુવકોના મોત નિપજ્યાં હતાં. વિરપુર દર્શન કરવા આવેલા ગોધરાનાં રામપુરાનાં કડવા પાટીદાર પરિવારના ચારેય યુવાનોનાં મૃતદેહ વંથલી પાસેનાં 20 ફુટ ઉંડા વોંકળામાંથી કાર સહિત મળી આવતાં સન્નાટો વ્યાપી ગયો હતો.

કેશોદનાં ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, મહમદપુરા ગામનાં પુલિયામાં ગઈકાલે સવારે પાંચ વાગ્યાની આસપાસ તેઓ જ્યારે જૂનાગઢથી આવતાં હતાં ત્યારે તેમની ગાડી આ પુલિયામાં ઉતરી ગઈ હતી અને કારમાં સવાર ચારેય યુવાનો ડુબી ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *