Sunday, April 14, 2024
Google search engine
HomeFeature Rightટીમ ઈન્ડિયાનો બોલર જસપ્રીત બુમરાહ કઈ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે? નામ...

ટીમ ઈન્ડિયાનો બોલર જસપ્રીત બુમરાહ કઈ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે? નામ જાણીને ચોંકી જશો

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના બોલર જસપ્રીત બુમરાહથી પીચ પર આમ તો ભલભલા ખેલાડીઓ ડરી જાય છે પરંતુ પ્રેમની પીચ પર કોઈએ બુમરાહને ક્લીન બોલ્ડ કરી દિધો છે. બુમરાહનું નામ સાઉથની એક્ટ્રેસ અનુપમા પરમેસવરની સાથે જોડાયું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.

સુત્રો પ્રમાણે, જસપ્રીત બુમરાહ અને અનુપમા એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાના સમાચારને વેગ ત્યારે મળ્યો જ્યારે બુમરાહે અનુપમાને ટ્વિટર પર ફોલો કરવાનું શરૂ કરી દીધું. બુમરાહે આજ સુધી કોઈ બોલિવુડ એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર ફોલો કરી નથી.

અનુપમા પરમેસવરને 2015માં મલયાલમ ફિલ્મ પ્રેમમથી ડેબ્યૂ કર્યું હતું. આ બાદ 2016માં તેણે તેલુગૂ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું. હાલ તે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે સાઉથ એક્ટર દલકીર સલમાન સાથે કામ કરી રહી છે.

આમ તો બુમરાહનું નામ પહેલીવાર કોઈ એક્ટ્રેસ સાથે જોડાયું છે. આ પહેલા ક્રિકેટર રાશિ ખન્ના સાથે રિલેશનશિપમાં હોવાનું સામે આવ્યું હતું. જો કે આ વિશે એક્ટ્રેસે કહ્યું હતું કે હું માત્ર એટલું જાણું છે કે બુમરાહ સારો ખેલાડી છે અને તેનાથી વધારે તેના વિશે જાણતી નથી.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page