Tuesday, April 9, 2024
Google search engine
HomeReligionમા ઉમાના આંગણે રૂડો અવસરઃ જાણો માતાજીએ રાજાને સપનામાં આવીને શું આપ્યો...

મા ઉમાના આંગણે રૂડો અવસરઃ જાણો માતાજીએ રાજાને સપનામાં આવીને શું આપ્યો હતો આદેશ?

અમદાવાદઃ ઊંઝા ઉમિયા ધામમાં લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ મહાયજ્ઞ 18 ડિસેમ્બરે શરૂ થશે અને 22 ડિસેમ્બરે પૂર્ણાહુતિ છે. ચર્ચા છે કે આ સમય દરમિયાન રોજના પાંચ લાખ લોકો દર્શન કરવા આવશે, તેમ માનવામાં આવે છે. આજે આપણે ઉમિયા માતાજીના ઊંઝાના ઈતિહાસ વિશે વાત કરીશું.

રાજા વ્રજપાલજી અનેક વાર જીત્યા પછી પોતાનું રાજપાટ હારી ગયા હતાં. તેમણે કુળદેવી હરસિદ્ધિ માતાને કંઈક રસ્તો કાઢવાની વિનંતી કરી હતી. માતાજી રાજાને તેમના માતાનું તર્પણ કરવા માટે સિદ્ધપુર જવાનું કહ્યું હતું. તે સમયે રજવાડામાંથી પસાર થવા માટે દરેક રજવાડાની મંજૂરી લેવી પડે તેમ હતી. આથી જ રાજાએ માતાજીને વિનંતી કરી હતી કે તેઓ તેમની સાથે આવે.

માતાજીએ રાજા સમક્ષ એક શરત મૂકી હતી કે તે પાછળ-પાછળ આવશે પરંતુ રાજાએ એકવાર પણ શંકા કરીને પાછળ જોવાનુ નહીં. જો રાજા પાછળ જોશે તો તેઓ ત્યાં જ અટકી જશે અને આગળ આવશે નહીં. રાજાએ આ શરત સ્વીકારી હતી. ઝાંઝરના અવાજથી રાજાને ખ્યાલ આવતો હતો કે માતાજી તેમની પાછળ પાછળ આવી રહ્યાં છે. જોકે, લાડોલ ગામ આગળ રાજાને માતાજીની ઝાંઝરનો અવાજ સંભળાતો નહોતો અને રાજાના મનમાં આશંકા થઈ કે માતાજી પાછળ આવે છે કે નહીં અને તેમણે પાછળ નજર કરી. માતાજીએ તરત જ કહ્યું કે વત્સ, તું શરત ચૂક્યો અને હવે તે અહીંયા જ રહેશે.

રાજા નિરાશ વદન માતાનું તર્પણ કરવા માટે સિદ્ધપુર ગયા. પરત ફર્યાં બાદ તેઓ તે જગ્યાએ આવ્યા જ્યાં માતાજી રોકાઈ ગયા હતાં. પૂનમની રાત હતી પરંતુ રાજાને ચેન પણ નહોતું. તેઓ આકુળ-વ્યાકુળ થઈને આમથી તેમ આંટા મારી રહ્યાં હતાં. આ સમયે માતાજી માયારૂપે મા ઉમિયા સ્વરૂપે પ્રગટ થયા. તેમણે રાજાને કહ્યું કે તેઓ એ જગ્યાએ ગામ વસાવે અને મંદિર બનાવે. રાજાએ માતાજીના આદેશ બાદ ઊંઝા ગામ વસાવ્યું અને મંદિર બનાવ્યું. માતા ઉમિયાના મંદિરને લઈ અનેક વાતો ચર્ચાય છે. રાજા વ્રજપાલજીએ જે મંદિર બનાવ્યું તેની સ્થિતિ શું હતી, તે વિશે વધુ માહિતી નથી.

એક માન્યતા પ્રમાણે, મોટા ઘરમાં માતાજીને બેસાડવામાં આવ્યા હતાં અને કુર્મિઓ અવાર-નવાર માતાજીના દર્શને આવતા હતાં. તેમણે ઉમિયા માતાજીને કુળદેવી તરીકે સ્વીકાર્યાં અને પૂજા-અર્ચના તથા નૈવેદ્ય કરવા લાગ્યાં હતાં. આટલું જ નહીં કુર્મિઓ અહીંયા લગ્ન પણ કરવા લાગ્યા હતાં. અણહીલપુર પાટણના સમયગાળા દરમિયાન એટલે કે સંવત 800 (ઈસ 746) થી સંવત 1353 (ઈસ 1297) સુધી કુર્મિઓની ચડતી હતી અને તેને કારણે મંદિરની સ્થિતિ પણ સારી હતી. જોકે, પછી મુસ્લિમ રાજ આવ્યું હતું અને મંદિર પર જોખમ આવ્યું હતું.

કહેવાય છે કે માતાજીની મૂર્તિ છૂપાવવી પડે તેમ હતી. અહીંયા એક એવી વાત પણ છે કે વિક્રમ સંવત 1122/24 માં, વેગડા ગામીએ મંદિરનું નિર્માણ કર્યું. જે અલાઉદ્દીન ખિલજીના કમાન્ડર ઉલુઘ ખાન દ્વારા તોડી પાડવામાં આવ્યુ હતું. તે મંદિર હતું, જ્યાં હાલમાં મોલોટ પાંખ શેષશાય છે.માતાજીની મૂર્તિ કાળજીપૂર્વક મોલોટના મોટા માઢમાં સંરક્ષિત છે અને આજે ત્યાં એક ગોખ છે. તે માતાજીના મંદિરનો સાચો પાયો છે. ત્યારબાદ અહીંયા મંદિર ઈંટ ચૂનામાંથી બનાવવામાં આવ્યું હતું. આવી સ્થિતિ ઈસ 1840-50 સુધી રહી હોવાનો અણસાર છે. મુસલમાનના રાજ બાદ અંગ્રેજોએ રાજ સંભાળ્યું. અંગ્રેજોના સમયમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની કુર્મિઓને ઈચ્છા હતી પરંતુ કોઈ આગળ આવતું નહોતું. આમને આમ વર્ષ 1860 આવી ગયું. આ સમયે અમદાવાદમાં રહેતા રામચંદ્ર મનસુખરામ નામના જ્ઞાતિબંધુએ એક સભા બોલાવી હતી અને આખી જ્ઞાતિમાંથી પૈસા ઉઘરાવીને મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કર્યું હતું. તે સમયે એક લાખ રૂપયા ભેગા થયા હતાં. વર્ષ 1865મા નવું મંદિર બનાવ્યું. જોકે, તે સમયે થોડું કામ બાકી રહી ગયું હતું. આ કામ પૂરું કરવાનો પ્રયાસ થયો પરંતુ કેટલાંક કારણોસર થઈ શક્યું નહીં.

અંતે, ગાયકવાડ સરકાર કડી આવ્યા હતાં અને તેમન ખાનગી કારભારી લક્ષ્મણરાવ જગન્નાથે ઉમિયાધામ તથા નજીકમાં એક ધર્મશાળા બાંધવા માટે વિનંતી કરી હતી ગાયકવાડ આવ્યા હતાં પરંતુ કોઈ આગળ ના આવતા પૈસાને લઈ કોઈ વાત થઈ શકી નહોતી. પછી લક્ષ્મણરાવે બહેચરદાસ લશ્કરી પર પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે તેઓ યોગ્ય રકમ ભેગી કરશે તો ગાયકવાડ સરકાર દિલ ખોલીને મદદ કરશે.

આ પત્ર મળ્યા બાદ 18 જાન્યુઆરી, 1883મા માતાજીનું મંદિર તથા ધર્મશાળા બનાવવા અંગે 62 ગામોના 400 પ્રતિનિધ આવ્યા હતાં. લક્ષ્મણરાવે આ તમામની આગતાસ્વાગતા કરી હતી અને તે સમયે બધાએ ભેગા થઈને 9292 રૂપિયાનો ફાળો ભેગો કર્યો હતો. ગાયકવાડે 26 ડિસેમ્બર, 1883ના રોજ 1500 રૂપિયા આપવાનો હુકમ કર્યો હતો. 1884મા 24 જાન્યુઆરીના રોજ ઊંઝામાં એક મીટિંગ થઈ હતી અને આખા દેશમાં વસતા કુર્મિઓ પાસેથી એક-એક રૂપિયો ઉઘરાવવાનું નક્કી થયું હતું. આ રીતે તે સમયે 25,068 રૂપિયા ભેગા થયા હતાં.

ઊંઝાના ત્રિકમદાસ બેચરદાસ રૂસાતે ધર્મશાળા માટે જમીન આપીઃ મંદિરની બહાર ધર્મશાળા બાંધવા માટે ત્રિકમદાસ બેચરદાસે મંદિર નજીક પોતાની જમીનનો ટુકડો આપ્યો હતો. ધર્મશાળામાં 61 વિભાગ હતાં. ચારેબાજુ ઘુમ્મટ હતાં. 1887મા મંદિર તથા ધર્મશાળાના કામો પૂરા થયા હતાં. 1887મા બીજી ફેબ્રુઆરીના રોજ મંદિર વિધિવત્ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ગાયકવાડ સરકારે ઉમિયામાતાજીને ઉત્તમ ભેટ આપી હતી. આ રીતે ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરની શરૂઆત થઈ હતી. તે સમયે શ્રી નગદાસ ઉગર દેસ પટેલ મોલ્લોટ અને શ્રી કુશાલદાસ રુસેટે રૂ. 2000ની ઓફર સાથે ગોલ્ડ શિખરને ઓફર કરી હતી.

તે પછી 1894ની એડમાં, માનસરોવર બાંધવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણ માટે, બેચરદાસ લશ્કરીના નેતૃત્વ હેઠળ, એક પંચ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ બાંધકામ અને માનસરોવર બિલ્ડિંગના પથ્થરનું કામ ટ્રસ્ટ સાથે ઉપલબ્ધ છે. વર્ષ 1931મા આ ટ્રસ્ટની રચના થઈ હતી અને વર્ષ 1952મા આ ટ્રસ્ટ નંબર A/943મા નોંધાયેલી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Embark into this exciting adventure of imagination and let your mind fly! ? Don’t just read, experience the thrill! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page