Thursday, April 11, 2024
Google search engine
HomeBollywood'તારક મહેતા' સિરિયલમાં ફરી વિવાદ, રિયલમાં દિલીપ જોશીએ રાજ અનડકટનો ઉધડો લીધો

‘તારક મહેતા’ સિરિયલમાં ફરી વિવાદ, રિયલમાં દિલીપ જોશીએ રાજ અનડકટનો ઉધડો લીધો

લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવો વિવાદ ઉભો થયો છે. બબીતા એટલે કે મુનમુન દત્તે જાતિ વિષયક ટિપ્પણી કર્યા બાદ શરૂ થયેલો વિરોધ હજી પૂરો નથી થયો ત્યાં નવો વિવાદ સામે આવ્યો છે.. વાત એમ છે કે જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ ટપુ એટલે કે રાજ અનડકટનો રીયલમાં ઉધડો લીધો હતો. દિલીપ જોશીએ રાજ અનડકટને બધાની વચ્ચે સ્ટેજ પર ધમકાવી નાખ્યો હતો.

વેબ પોર્ટલ કોઈમોઈના એક અહેવાલ મુજબ છેલ્લાં 13 વર્ષથી ટીવી પર પ્રસારિત થતી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવો વિખવાદ થયો છે. જેઠાલાલનો રોલ કરતાં દિલીપ જોશીએ તેના દીકરા ટપુનો રોલ કરતાં રાજ અનડકટ પર ગુસ્સે થયા હતા. દિલીપ જાશીનું ગુસ્સે થવાનું મુખ્ય કારણ રાજ અનડકટની મોડા આવવાની ટેવ જવાબદાર છે.

અહેવાલ પ્રમાણે રાજ અનડકટ શૂટિંગમાં અવાર-નવાર મોડો આવતો હતો. જેનાથી બધા કંટાળી ગયા હતા. રાજ અનડકટના લીધે સિરિયલના સીનિયર કલાકારોએ પણ રાહ જોવી પડી હતી. એટલું જ નહીં જેના ખભા પર સિરિયલનો સૌથી વધુ ભાર છે એ સૌથી જૂના કલાકાર દિલીપ જોશીને પણ તે રાહ જોવડાવતો હતો. દરમિયાન રાજની આ ટેવથી કંટાળી હાલમાં દિલીપ જોશીએ તેને બધાની વચ્ચે ધમકાવી ખરું-ખોટું સંભળાવ્યું હતું.

એટલું જ નહીં રાજ અનડકટને બોધપાઠ શીખવાડવા માટે દિલીપ જોશીએ તેને સોશ્યલ મીડિયા પર અનફોલો કરી દીધો છે. જોકે હજી રાજ દિલીપ જોશીને ફોલો કરતો હોવાનું જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે સિરિયલના મુખ્ય કલાકાર જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી જ્યારથી સરિયિલ ચાલુ થઈ ત્યારથી વર્ષ 2008થી છે. જ્યારે હાલ ટપુનો રોલ ભજવતા રાજ અનડકટે વર્ષ 2017માં સિરિયલમાં એન્ટ્રી કરી હતી. જૂના ટપુ એટલે ભવ્ય ગાંધીએ સીરિયલ છોડી દેતા રાજને તક આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ કોઈને કોઈ રીતે વિવાદમાં રહે છે. હાલમાં સિરિયલના કલાકાર મુનમુન દત્તે જાતિ વિષયક ટિપ્પણી કરતાં તેની સામે કેસ થયો છે. એ પહેલાં ચંપકચાચા સામે પણ વિરોધ ઉભો થયો હતો. આ પહેલાં દિલીપ જોષી અને શૈલેષ લોઢા વચ્ચે અણબનાવ હોવાના સમાચાર પણ આવ્યા હતા.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! ? Embark into this thrilling experience of knowledge and let your thoughts soar! ? Don’t just explore, experience the excitement! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page