Saturday, April 13, 2024
Google search engine
HomeNationalપોલીસ ચોકીના સ્ટોરમાંથી મળી વર્ષો જૂની ધૂળ ખાતી 'તિજોરી, હવે આ રીતે...

પોલીસ ચોકીના સ્ટોરમાંથી મળી વર્ષો જૂની ધૂળ ખાતી ‘તિજોરી, હવે આ રીતે ખોલાશે

40 વર્ષ પહેલાં નદીમાંથી મળેલી એક તિજોરી આજે પણ રહસ્ય બનેલી છે. આ તિજોરી કેટલાય વર્ષોથી પોલીસ ચોકીમાં સચવાયેલી પડી હતી. તેનો કોઈ જૂનો રેકોર્ડ નથી કે નથી કોઈ માલિક. ચોકીમાં પડેલી આ તિજોરીને પોલીસ પણ ભૂલી ગઈ હતી, પણ હવે નવા પોલીસ સ્ટેશનમાં ચોકીનો સામાન શિફ્ટ કરવાનો થયો તો સ્ટોરમાં ધૂળ ખાતી આ તિજોરી જોઈને પોલીસ પણ ચોકી ગઈ હતી. તિજોરીના વજન અને બનાવટને જોતા એવું લાગી રહ્યું છે કે આમાં ખૂબ જ કિંમતી સામાન હોય શકે છે. જોકે જૂના રેકોર્ડ ન હોવાથી હવે કોર્ટ દ્વારા જ તેને ખોલવામાં આવશે.

રાજસ્થાનના અલવરમાં આજકાલ આ તિજોરી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અલવર જિલ્લામાં કોટકસિમ તાલુકાનો આ કિસ્સો છે. અહીં એક નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ સ્ટેશનમાં જૂની પોલીસ ચોકીનો સામાન શિફ્ટ કરવામાં આવી રહ્યો હતો ત્યારે જૂની પોલીસ ચોકીના સ્ટોરમાં એક તિજોરી પર બધાનું ધ્યાન ગયું હતું.

આશ્ચર્યની વાત તો એ છે કે આ પોલીસ ચોકીમાં અનેક પોલીસ ઈન્ચાર્જ આવીને ગયા, પણ તિજોરી સ્ટોરમાં હોવાની કોઈને ખબર નહોતી. જૂના લોકોએ આપેલી માહિતી પરથી એટલી ખબર પડી છે કે આ તિજોરી 40 વર્ષ જૂની છે. આ તિજોરી વર્ષ 1981માં આવેલા પૂરમાં સ્થાનિક સાબી નદીમાંથી મળી હતી. આ સિવાય તેનો કોઈ રેકોર્ડ રેકોર્ડ ચોકીમાં ઉપલબ્ધ નથી.

નવા પોલી સ્ટેશનમાં તિજોરીને શિફ્ટ કર્યા બાદ પોલીસના 38 એક્ટ મુજબ જપ્ત કરી રેકોર્ડ પર ચઢાવવામાં આવી છે. તિજોરી એટલી વજનદાર છે કે શિફ્ટ કરવા માટે ક્રેન બોલાવી પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે તિજોરી લોખંડની છે અને ખૂબ વજનદાર છે. એકલી તિજોરીનું જ વજન એક ક્વિન્ટલ (100 કિલો)થી વધુ છે. તિજોરીની અંદર પડેલા સામાનનો વજન પણ એક ક્વિન્ટલ (100 કિલો) હોવાનો અનુમાન છે. જોકે અંદર શું છે તેનો કયાશ લગાવવો મુશ્કેલ છે. પણ તિજોરીની મજબૂત બનાવટ અને તેના ઉપયોગથી એ વાતનો અંદાજો લગાવી શકાય કે અંદર ઘરેણા અને રૂપિયા જેવી કિંમતી વસ્તુ હોય શકે છે.

તિજોરીમાં બે કડી છે. ઉપરની બાજુ લોક લાગ્યો છે, જેને ચાવી વગર ખોલી શકાય એમ નથી. હવે કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને આને ખોલવામાં આવશે. તિજોરીના માલિકી હકને લઈને પોલીસે એક સૂચના પણ જારી કરી છે. આ તિજોરીનો કોઈ રેકોર્ડ નથી, જેથી આખી પ્રક્રિયા કોર્ટ દ્વારા કરવામાં આવશે જો તિજોરીમાં ધન નીકળશે તો સરકારી ખજાનામાં જમા કરવામાં આવશે.

10 વર્ષ પહેલાં દુર્લભ સિક્કા મળ્યા હતા
10 વર્ષ પહેલા આ જ પોલીસ ચોકીમાં એક નાની તિજોરી મળી હતી. જેને કાયકીય પ્રક્રિયા કરીને ખોલવામાં આવી હતી. જેમાંથી 156 ચાંદીના દુર્લભ સિક્કા મળ્યા હતા.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I participated on this casino platform and succeeded a considerable cash, but after some time, my mom fell ill, and I wanted to cash out some funds from my casino account. Unfortunately, I encountered problems and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to such gambling platform. I request for your assistance in reporting this website. Please help me to obtain justice, so that others won’t have to experience the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

  2. I engaged on this casino platform and won a considerable amount, but later, my mother fell ill, and I required to withdraw some earnings from my balance. Unfortunately, I experienced problems and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to such online casino. I request for your help in lodging a complaint against this site. Please support me to obtain justice, so that others do not face the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. I participated on this online casino platform and secured a considerable pile of cash. However, later on, my mother fell critically sick, and I needed to take out some funds from my account. Unfortunately, I faced problems and could not finalize the cashout. Tragically, my mom passed away due to this gambling platform. I urgently request your support in addressing this situation with the online casino. Please assist me in seeking justice, to ensure others won’t have to endure the anguish I’m facing today, and prevent them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page