Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalવાહ રે બેની..! નક્સલી હુમલામાં ભાઈ થયો હતો શહીદ, બહેને તેની જ...

વાહ રે બેની..! નક્સલી હુમલામાં ભાઈ થયો હતો શહીદ, બહેને તેની જ રાઈફલને બાંધી રાખડી

રાંચીઃ ઓક્ટોબર 2018માં નક્સલી હુમલામાં શહીદ થયેલા સહાયક કોન્સ્ટેબલ રાકેશ કૌશલની બહેન કવિતાએ રક્ષાબંધન પર ભાઈની રાઈફલને રાખડી બાંદી હતી. કવિતાને પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી મળી છે. ભાઈની રાઈફલ જ કવિતાને મળી છે. રાકેશ ગયા વર્ષે 31 ઓક્ટોબરના રોજ નક્સલી હુમલામાં શહીદ થયો હતો. તેની સાથે અન્ય 2 પોલીસકર્મીઓ તથઆ ડીડી કેમેરાપર્સન પણ શહીદ થયા હતાં. કવિતાએ કહ્યું હતું કે ભાઈનું સપનું પૂરું કરવા માટે તેણે પોલીસની નોકરી જોઈન કરી છે. તે તેને પોલીસ યુનિફોર્મમાં જોવા માગતાં હતાં.

નકસલી કાયર છે.
કવિતાએ કહ્યું હતું કે ત્રણ ભાઈઓની વચ્ચે તે એક માત્ર બહેન છે. રાકેશ કૌશલ તેના બીજા નંબરનો ભાઈ હતી. ત્રણ ભાઈઓમાંથી તેને સૌથી વધારે રાકેશ સાથે બનતું હતું. દર વર્ષે રક્ષાબંધન પર રાકેશ ખાસ રાખડી બંધાવવા માટે ઘરે આવતો હતો. તે હંમેશા તેને સરપ્રાઈઝ ગિફ્ટ આપતો હતો. માતાને ભાઈ પોલીસમાં હોવાથી ઘણો જ ડર લાગતો પરંતુ તેઓ હંમેશા કહેતા કે તમે સિંહના દીકરાને જન્મ આપ્યો છે. તમારો દીકરો કાયર નથી. કાયર તો નક્સલી છે. તેને ભાઈ પર ગર્વ છે. તેમની દરેક વાતો આજે પણ તેના કાનમાં સંભળાય છે. તેને નથી લાગતું કે તેનો ભાઈ તેને છોડીને જતો રહ્યો છે. ભાઈ શહીદ થતાં જ્યારે રાહતમાં પોલીસની નોકરી મળી તો તેણે તરત જ પસંદ કરી લીધી હતી. ભાઈ તેને પોલીસ અધિકારી તરીકે જોવા માગતાં હતાં.

શહીદ ભાઈઓની બહેનને આ વાત કહી
કવિતાએ વધુમાં કહ્યું હતું કે તે ભાઈની સપનું પૂરું કરવા તથા શહાદતનો બદલો લેવા આ નોકરીમાં આવી છે. તેને હજી માંડ 2 મહિના જ થયા છે. તેને ખ્યાલ આવ્યો કે એક મહિલા કમાન્ડોની ટીમ બની છે, જે નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશન કરવાની છે. તેણે એસપી સરને કહીને તે ટીમમાં સામેલ થવાની ઈચ્છા પ્રગટ કરી હતી. તેણે એ હથિયારને રાખડી બાંધી છે, જે બહેનોના ભાઈ શહીદ થયા છે. તે તમામ બહેનોને એમ કહેવા ઈચ્છે છે કે તેઓ બધા ભાગ્યશાળી છે કે તેમના ભાઈ અમર શહીદ થયા. તે હવે હથિયાર ચલાવતા શીખશે અને દંતેશ્વરી ફાઈટ્સમાં સામેલ થઈને ભાઈઓની શહાદતનો બદલો લેશે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I engaged on this casino platform and won a considerable sum of money, but after some time, my mother fell ill, and I needed to cash out some funds from my account. Unfortunately, I encountered issues and was unable to complete the withdrawal. Tragically, my mom passed away due to the casino site. I request for your support in bringing attention to this website. Please help me to obtain justice, so that others won’t experience the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. I engaged in this gambling website and secured a significant sum of money. However, eventually, my mother fell seriously ill, and I had to withdraw some funds from my balance. Regrettably, I encountered issues and was unable to finalize the cashout. Tragically, my mother lost her life due to this online casino. I urgently request for your help in bringing attention to this platform. Please aid me in seeking justice, so that others do not have to the pain and suffering I’m going through today, and prevent them from experiencing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page