Monday, April 15, 2024
Google search engine
HomeNationalમહિલા IPS રેપના આરોપીને સાઉદી આરબથી ઢસડીને લઈ આવ્યા, લોકો અધિકારીને કરી...

મહિલા IPS રેપના આરોપીને સાઉદી આરબથી ઢસડીને લઈ આવ્યા, લોકો અધિકારીને કરી રહ્યા છે Salute

તિરુવંતપુરમ: જ્યારે કેરળના મહિલા IPS અધિકારી મેરિન જોસેફને ખબર પડી કે કોઈ બાળકી સાથે થયેલાં બળાત્કારને પોલીસ અને એજન્સીઓ સામાન્ય કેસ સમજી રહી છે તો તેણે જાતે આ કેસને હેન્ડલ કરવાનો નિર્ણય કર્યો. પરિણામ એ આવ્યું કે બે વર્ષ પહેલા મિત્રની ભાણી સાથે બળાત્કાર કરીને ભાગી ગયેલા આરોપીને આ અધિકારીએ સાઉદી અરબથી પકડી પાડી જેલ ભેગો કર્યો છે.

શું છે આખો મામલો?

આ ઘટના કેરળના કોલ્લમની છે. જ્યારે મેરિન જોસેફ અહીંના પોલીસ કમિશ્નર બન્યા તો તેણે તરત બાળકો સાથે થયેલા ગુનાઓની તમામ ફાઈલો મંગાવી હતી. ફાઈલની તપાસમાં તેમની સામે એક એવો કેસ આવ્યો, જેમાં બળાત્કારનો આરોપી ફરાર થઈ ગયો હતો.

વધુ તપાસ કરતાં ખબર પડી કે કોલ્લમની એક 13 વર્ષની બાળકી સાથે વર્ષ 2017મા સુનીલ કુમાર ભદ્રન નામના એક વ્યક્તિએ બળાત્કાર કર્યો હતો. આરોપીએ જે બાળકી પર રેપ કર્યો હતો તે તેના મિત્રની ભાણી હતી. બાળકીએ આ ઘટનાની જાણકારી આપતાં પરિવારે પોલીસનો દરવાજો ખખડાવ્યો હતો. આ દરમિયાન બાળકીએ આત્મહત્યા કરી લીધી હતી. વધુ દુ:ખની વાત તો એ હતી કે બાળકી દ્વારા આત્મહત્યાની જાણકારી પોલીસને આપ્યા બાદ બાળકીના મામાએ પણ આત્મહત્યા કરી લીધી હતી.

બાદમાં કેસનો આરોપી વિદેશમાં ફરાર થઈ ગયો હતો. આરોપીનો ઈન્ટરપોલ ઈશ્યૂ થવા છતાં બે વર્ષ સુધી તેને પાછો લાવવામાં પોલીસ નિષ્ફળ રહી હતી. આરોપી ફરાર થઈ ગયાને બે વર્ષ થવા છતાં પોલીસ આરોપી સુધી પહોંચી શકી નહોતી. તેનું મુખ્ય કારણ એવું આપવામાં આવી રહ્યું હતું કે પોલીસ અને એજન્સીઓ માટે આ કેસ નાનો હતો.

જેવી આ વાતની જાણકારી મેરિન જોસેફને થઈ તો તેણે મોરચો પોતાના હાથમાં લઈ લીધો. તેણે ઈન્ટરપોલ, સાઉદી અરબ, ઈન્ડિયન એમ્બસી ને ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટીગેશન સેલ જેવી એજન્સીઓનો ફરીથી સંપર્ક કર્યો હતો. બાળકીના આરોપીને પકડવા માટે તેને દિવસ-રાત એક કરી નાખ્યા હતા. અંતે મેરિન જોસેફે જાતે સાઉદી અરબ પહોંચીને આરોપીને ઝડપીને જ દમ લીધો હતો. ગયા રવિવારે તે આરોપીને ઢસડીને ભારત પાછા લાવ્યા હતા.

નોંધનીય છે કે સાઉદી આરબ સાથે 2010માં થયેલી પ્રત્યર્પણ સંધીના કરાણે કેસમાં મદદ મળી હતી. IPS અધિકારી મેરિન જોસેફે પણ દેશને દેખાડી દીધું કે એક બાળકી સાથે દુષ્કર્મ કેસ કોઈ સામાન્ય કેસ ના હોઈ શકે અને મહેતન કરવામાં આવે તો ખૂંખાર આરોપીને ક્યાંયથી પણ ઝડપી શકાય છે.

 

RELATED ARTICLES

1 COMMENT

  1. I participated on this online casino site and succeeded a significant cash, but eventually, my mom fell sick, and I wanted to take out some funds from my balance. Unfortunately, I faced problems and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to such gambling platform. I plead for your help in bringing attention to this site. Please help me in seeking justice, so that others won’t undergo the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page