Sunday, April 14, 2024
Google search engine
HomeBollywoodગુજરાતી એક્ટરનું અવસાન, અચાનક અણધારી વિદાયથી ચાહોકોને લાગ્યો ઝટકો

ગુજરાતી એક્ટરનું અવસાન, અચાનક અણધારી વિદાયથી ચાહોકોને લાગ્યો ઝટકો

વધુ એક કલાકારનું અવસાન થયું છે. ગુજરાતના લોકપ્રિય અભિનેતા અમિત મિસ્ત્રીનું આજે સવારે નિધન થયું છે. કાર્ડિયક અરેસ્ટના કારણે તેનું નિધન થયાના સમાચાર છે. અમિત મિસ્ત્રીએ ગુજરાતી ફિલ્મ ‘બે યાર’માં કામ કર્યું હતું. હાલમાં આવેલી વેબસીરિઝ ‘બંદિશ બેન્ડિટ્સ’માં તેના અભિનયના ખૂબ વખાણ થયા હતા. અમિત મિસ્ત્રીએ આ ઉપરાંત ડઝનેક હિન્દી અને ગુજરાતી ફિલ્મો અને સીરિયલમાં કામ કર્યું હતું.

મીડિયા રિપોર્ટ મુજબ અમિત મિસ્ત્રીને આજે તેના ઘરે હાર્ટ-અટેક આવ્યો હતો. હોસ્પિટલ લઈ જતાં પહેલા જ તેનું નિધન થયું હતું. અમિત મિસ્ત્રી પોતાના વૃદ્ધ માતા સાથે મુંબઈના પશ્ચિમ અંધેરી સ્થિત જુહુ ગલ્લી વિસ્તારમાં રહેતો હતો. મીડિયા રિપોર્ટ મુજબ અમિત મિસ્ત્રીના 10 વર્ષ પહેલા તેની પત્નીથી ડિવોર્સ થઈ ચૂક્યા હતા. હાલ અમિત મિસ્ત્રીના વૃદ્ધ માતા સંબંધીઓ સાથે મળીને દીકરાના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા છે. યુવાન પુત્રના મોતથી પરિવાર ચોંધાર આંસુએ રડી રહ્યો છે. સાથી કલાકારો પણ અમિત મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

અમિત મિસ્ત્રી ગુજરાતી ફિલ્મો અને નાટકોની દુનિયામાં ખૂબ લોકપ્રિય અભિનેતા હતો. અમિત મિસ્ત્રીએ ‘સાત ફેરો કી હેરાફેરી’, ‘તેનાલી રામા’, ‘ક્યા કહના’, ‘એક ચાલિસ કી લાસ્ટ લોકલ’, ’99’, ‘શોર ઈન ધ સિટી’, ‘યમલા પગલા દીવાના’, ‘અ જેન્ટલમેન’ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ઉપરાંત હાલમાં આવેલી વેબ સીરિઝ ‘બંદિશ બેન્ડિટ્સ’માં પણ ચમકી ચૂક્યો હતો.

અમિત મિસ્ત્રી ખુબ ટેલેન્ટેડ કલાકાર હતો. તેણે થિયેયરમાં પણ કામ કર્યું હતું. એટલા માટે અભિનય કૌશલ્યની ઓળખ તેનામાં ખૂબ હતી. તેણે પોતાની એક્ટિંગ કરિયરમાં અનેક ટીવી શૉ અને ફિલ્મોમાં કામ કર્યું હતું. દિલીપ જોષી સાથે તેના કામને ખૂબ યાદ કરવામાં આવતું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities Dive into this exciting adventure of imagination and let your mind fly! ? Don’t just explore, savor the thrill! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page