Thursday, April 18, 2024
Google search engine
HomeFeature RightVideo: સુરતમાં એક યુવાનના ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થતાં જાહેરમાં ઉતારી નાખ્યું પેન્ટ

Video: સુરતમાં એક યુવાનના ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થતાં જાહેરમાં ઉતારી નાખ્યું પેન્ટ

સુરત: મોબાઈલ બ્લાસ્ટના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે પરંતુ સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જોઈને તમે પણ ચોંકી જશો. સુરતમાં એક વ્યક્તિના પેન્ટમાં મુકેલો મોબાઈલ એકાએક બ્લાસ્ટ થયો હતો. જેને કારણે વ્યક્તિએ જાહેરમાં પેન્ટ ઉતારી નાખ્યું હતું.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી મઢીની ખમણી પાસે એક આધેડ ફરસાણની દુકાનમાં પહોંચ્યો હતો. આ દરમિયાન એકાએક જ તેમના પેન્ટના ખિસ્સામાં મુકેલો મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં જ સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વ્યક્તિએ તાત્કાલિક પોતાનું પહેરેલું પેન્ટ જાહેરમાં જ ઉતારી દીધો હતો અને મોબાઈલને બહાર કાઢી નાખ્યો હતો.

સ્થાનિક લોકોએ બ્લાસ્ટ થયેલો મોબાઈલ દુર ફેંકી દીધો હતો. સમગ્ર ઘટનામાં વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી ન હતી. જોકે બ્લાસ્ટને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page